શાહરૂખ કરતાં પણ વધુ દિલદાર છે આર્યન ખાન, જુઓ VIDEO

News18 Gujarati
Updated: August 8, 2018, 3:42 PM IST
શાહરૂખ કરતાં પણ વધુ દિલદાર છે આર્યન ખાન, જુઓ VIDEO
આ ભીડમાં જ એક બાળક કારની પાસે પહોંચ્યો અને તેના ખોળામાં એક નાનું બાળક હતુ, આ બાળક આર્યન પાસે પૈસા માંગવા લાગ્યુ. વીડિયોમાં સ્પષ્ટ પણ જોઇ શકાય છે કે, આર્યન આ બાળકને મદદ કરી રહ્યો છે

આ ભીડમાં જ એક બાળક કારની પાસે પહોંચ્યો અને તેના ખોળામાં એક નાનું બાળક હતુ, આ બાળક આર્યન પાસે પૈસા માંગવા લાગ્યુ. વીડિયોમાં સ્પષ્ટ પણ જોઇ શકાય છે કે, આર્યન આ બાળકને મદદ કરી રહ્યો છે

  • Share this:
મુંબઇ: હાલમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે આર્યન એક રસ્તે માંગતાં બાળકને દાન કરે છે. આ વીડિયોમાં જોવા મળે છે કે શાહરૂખે તેના બાળકોને સારા સંસ્કાર આપ્યા છે.

શાહરૂખ ખાન ચેરિટીના કામમાં ક્યારેય પાછળ વળીને જોતો નથી. શાહરૂખનું માનવું છે કે, કોઇ વ્યક્તિ ગમે તેટલો ધનવાન હોય તે સ્વભાવે વિનમ્ર અને સારો વ્યકિત હોવો જરૂરી છે. શાહરૂખે ઘણી વખત ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે, ''તે પોતાના બાળકોને સ્ટાર્સ બનાવવાની જગ્યાએ એક્ટર્સ બનાવવાનું વધારે પસંદ કરે છે.'' આમ તો બોલિવૂડના સ્ટાર કિડ્સ કોઇ પણ ફિલ્મી સ્ટાર્સ કરતા ઓછા નથી, પછી તે ભીડમાં રહેલા ફેન્સની વાત હોય કે સોશિયલ મીડિયામાં રહેલા ફેન્સની, તેમનો સ્ટાર પાવર જરાં પણ જોવા મળતો નથી. એવું લાગે છે કે સ્ટાર કિડ હોવા છતા એક સારો વ્યકિત હોવાના તમામ ગુણ શાહરૂખ-ગૌરીના દિકરા આર્યનમાં છે.
King Khan's son Aryan Khan clicked last night at party 🔥 @iamsrk❤️

A post shared by Shah Rukh Khan (@srkking555) on


હાલમાં જ શાહરૂખ ખાનનો દિકરો આર્યન પોતાના ફ્રેન્ડ્સની સાથે પાર્ટી કરીને રેસ્ટોરામાંથી બહાર નીકળી રહ્યો હતો, જ્યાં તેની સાથે મલાઇકા અરોરા પણ હતી, તેમને જોઇને જ ત્યાં ફેન્સની ભીડ જમાં થઇ ગઇ, ત્યારે આ ભીડમાં જ એક બાળક કારની પાસે પહોંચ્યો અને તેના ખોળામાં એક નાનું બાળક હતુ, આ બાળક આર્યન પાસે પૈસા માંગવા લાગ્યુ. વીડિયોમાં સ્પષ્ટ પણ જોઇ શકાય છે કે, આર્યન આ બાળકને મદદ કરી રહ્યો છે. ને
First published: August 8, 2018, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading