Home /News /entertainment /

શાહિદ કપૂરની આ હરકત પર લોકોએ ટોક્યો- 'આવું ન કર, NCB ઘરે આવશે'

શાહિદ કપૂરની આ હરકત પર લોકોએ ટોક્યો- 'આવું ન કર, NCB ઘરે આવશે'

શાહિદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો

શાહિદ કપૂર (Shahid Kapoor)નો આ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. એવામાં શાહિદ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં શાહિદ મસ્તી કરતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં તે વિચિત્ર શકલ બનાવતો નજર આવે છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ 'કબીર સિંહ' (Kabir Singh)નાં એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor)નાં ફિલ્મી કરિઅરનો ગ્રાફ ઉંચો આવી ગયો છે. જે બાદથી દરેક તેની આગામી ફિલ્મ જર્સી (Jersey)ની રાહ જોઇ રહ્યાં છે. હાલમાં પણ એવી ઘટના બની ગઇ કે લોકો શાહિદને કહેવા લાગ્યા અરે ભાઇ આવું ન કર... નહીં તો NCB ઘરે આવી જશે..

    શાહિદ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જે બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શાહિદ મસ્તી કરતો નજર આવે છે અને વિચિત્ર ફેસ બનાવે છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ તેનાં પર ખુબ બધી કમેન્ટ્સ કરી રહ્યાં છે. એકે તો એવું લખી દીધુ છે કે, 'શાહિદ ભાઇ, આવું ન કરો.. નહીં તો NCB વાળા ઘરે આવી જશે.' તો અન્ય એક યૂઝરે તેને ચરસી કહ્યો છે..








    View this post on Instagram





    Mood.


    A post shared by Shahid Kapoor (@shahidkapoor) on






    આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ ડ્રગ્સ કનેક્શન બહાર આવતાં NCBએ બોલિવૂડની મોટી મોટી હસ્તીઓને સમન્સ બજાવ્યાં હતાં. આમાં બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું પણ નામ હતું. તેમજ કરન જોહરની પાર્ટીનાં વીડિયોની તપાસનાં પણ આદેશ આપવામાં આવ્યાં હતાં. જોકે આ વીડિયોને ક્લિન ચિટ મળી ગઇ છે. પણ આ વીડિોયમાં શાહિદ કપૂર પણ નજર આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી એક મહિનો જેલમાં રહી ચૂકી છે અને હાલમાં તે બેઇલ પર છે.

    આ પણ  વાંચો- મુંબઇમાં પાવર કટ થતાં ટ્વિટર પર મીમ્સની ભરમાર, બિગ બીએ કહ્યું- 'શાંતિ રાખજો'

    શાહિદ કપૂરનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તેનાં હાથમાં 'જર્સી' ફિલ્મ છે. આ ફિલ્મ માટે શાહિદે એક બે કે ત્રણ નહીં પણ 8 કરોડ રૂપિયા તેની ફીમાં ઘટાડો કર્યો છે. કથિત રીતે ફિલ્મ નિર્માતાઓએ એક્ટરને ફી ઓછી કરવા આજીજી કરી હતી. તેમણે કોરોનાને કારણે ફિલ્મનું શિડ્યુલ રોકવું પડ્યું હતું. જેને કારણે પ્રોડ્યુસર્સને ઘણું નુક્શાન થયુ હતું. જે બાદ એક્ટ રે આ નિર્ણય લીધો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kabir singh, NCB, Shahid Kapoor, Social media, SSR Case, Sushant singh rajput

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन