તારક મહેતાના દયાબેનની કોપી કરતી મહિલાનો Video Viral, સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

દયાબેન સીરિયલમાં પરત ન ફરતા તેમના ચાહકો થયા છે નિરાશ આ વીડિયો જોઈને આવશે દિશા વાકાણીની યાદ

લાખો લોકોની મનપસંદ સીરિયલ તારક મહેતાના દયાબેન જેવી કોપી કરતી મહિલાએ ભારે ચર્ચા જગાવી

 • Share this:
  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના (Taarak Mehta Ka Ooltah Chashmah) દયાબેનનું (Dayaben) પાત્ર લોકોને ખૂબ પસંદ પડ્યું. ગામે ગામ ઘરે ઘરે આ સીરિયલના (Serail) પાત્રોની ખૂબ ધૂમ મચી. જોકે, દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાકાણીના (Disha vakani) આ કેરેક્ટરની સોશિયલ મીડિયમાં (Social Media) ખૂબ ધમાલ છે. દયાબેન જેવી એક્ટિં કરતી એક મહિલાનું એક પાત્ર ભજવી એક મહિલાએ તેને કોપી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Viral) થઈ રહ્યો છે.

  જોકે, દયાબેનની કોપી કરતી આ યુવતી છે ગરીમા. ગરીમા એક યૂટ્યુબર છે અને તે જુદા જુદા પ્રકારના વીડિયો કાયમ સોશિયલ મીડિયામાં મૂકે છે. ગરીમાએ 24 કલાક માટે દયાબેનની કોપી કરવાની ચેલેન્જ ઉપાડી હતી. જોકે, તેણે જે પ્રયાસ કર્યો તે લોકોને ખૂબ પસંદ કર્યો છે. યુ-ટ્યૂબ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  ગરીમાએ દયા બેન જેવી જ સાડી પહેરીને મેકઅપ કરી અને તેમની જેમ ગરબા ઘૂમતા ઘૂમતા આ કોપી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો ગરીમાની યુટ્યૂબ ચેનલ પર મૂકવામાં આવ્યો છે જે અહીં દર્શકો માટે રજૂ કરવામાં આવ્યો છે.  જોકે, અગાઉ એવી માહિતી સામે આવી હતી કે દિશા વાકાણી પહેલા એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠીને દયાબેનનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, તેણે આ રોલનો ઇન્કાર કરી દીધો હતો.

  વર્ષ 2017માં પ્રસુતિ દરમિયાન દિશા વાકાણીએ સિરીયલ છોડી દીધી હતી. જોકે, વર્ષ 2019માં દિશા વાકાણી પરત આવશે તેવી ચર્ચા થઈ હતી પરંતુ તે પરત આવી નહોતી. લોકો દિશા વાકાણીના 'હે મા માતાજી' અને 'ટપ્પુ કે પાપા' વાળા ડાયલોગને ખૂબ યાદ કરતા હોય છે ત્યારે ગરીમાના આ વીડિયોએ લોકોને સીરિયલના જૂના દિવસોની યાદ અપાવી દીધી હતી.
  Published by:Jay Mishra
  First published: