Video : આ ક્યૂટ બાળકીએ એવું શું કર્યું કે અમિતાભે તેનો વીડિયો શેર કર્યો!

News18 Gujarati
Updated: October 25, 2019, 4:17 PM IST
Video : આ ક્યૂટ બાળકીએ એવું શું કર્યું કે અમિતાભે તેનો વીડિયો શેર કર્યો!
વાયરલ વીડિયોની તસવીર

  • Share this:
સોશિયલ મીડિયામાં એક નાનકડી બાળકીનો વીડિયો સૌથી વધારે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ નાનકડી ઢંગલીના એક્સપ્રેશન જોઇને તમે તેના ફેન ના થઇ જાવ તો નવાઇ નહીં. અને કદાચ આ જ કારણ છે કે બૉલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) આ નાનકડી છોકરીનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રી ટ્વિટ કર્યો છે. અને તે પછી આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અને બધા જ લોકો આ બાળકીના અભિનય અને એક્સપ્રેશનના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

તે વાત તો બધા જ જાણે છે કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. અને તે પોતાના વિચારો, કવિતા અને ફોટોની સાથે જ ક્યારેક તેમના ફેન્સના ફોટો પણ શેર કરતા રહે છે.

આ વીડિયામાં એક નાનકડી ક્યૂટ છોકરી પંજાબી ગીત પર પોતાના એક્સપ્રેશન આપે છે. આ વીડિયોમાં બાળકી કોઇ રેલ્વે સ્ટેશન પર ઊભી છે. અને અહીં કદાચ ટ્રેનની રાહ જોતા આ વીડિયોને બનાવવામાં આવ્યો છે. જો કે બાળકીના એક્સપ્રેશન જોઇને તમે પણ તેના પર મોહી ના પડો તો નવાઇ નહીં.

તમને જણાવી દઇએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. અને આ પહેલા પણ અમિતાભે આવો એક વીડિયો એક માણસનો શેર કર્યો હતો. જે કૂતરા સાથે રમી રહ્યો હતો. ત્યારે આ બાળકીના માતા પિતા પણ આ બાળકીનો વીડિયો અમિતાભે શેર કર્યો છે તે જાણીને જરૂરથી ખુશ થયા હશે.
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर