બોલિવૂડ ડેસ્ક: નોરા ફતેહીએ જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' (2018)માં દિલબર-દિલબર સોન્ગથી ઘર ઘરમાં ફેમસ થઇ ગઇ. નોરા ફતેહીએ સુષ્મિતા સેનનાં 90નાં દાયકાનાં સોન્ગનાં રિમેક વર્ઝનમાં ખુબજ સુંદર ડાન્સ કર્યો છે. હવે નોરા ટૂંક સમયમાં રેમો ડિસૂઝાાની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'માંનજર આવશે.
આ ફિલ્મમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર લિડ રોલમાં છે. ફિલ્મની આખી ટીમ હાલમાં લંડનમાં શૂટિંગ કરી રહી છે. તેની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં નોરા શ્રદ્ધા કપૂરને તેનાં ફેમસ સોન્ગ 'દિલબર-દિલબર'નો સિગ્નેચર ડાન્સ સ્ટેપ શીખવાડતી નજર આવે છે.
વીડિયોમાં નોરા જબરદસ્ત રીતે શ્રદ્ધાનાં ડાન્સ ક્લાસ લઇ રહી છએ. જોકે શ્રદ્ધાએ પરફએક્ટ ડાન્સ નથી કર્યો પણ તે ક્વિક લર્નર જરૂર છે. વીડિયોમાં પણ જોવા મળે છે કે શ્રદ્ધા એકાદ બે વખતમાં જ નોરાનાં સ્ટેપ સમજી લે છે અને તેને બખૂબી કોપી કરે છે.