Home /News /entertainment /ફિલ્મ સ્ટારનાં 75 વર્ષીય પિતા સાથે નગ્ન વિડીયો કોલ! સેક્સટોર્શન કરીને 89000નો ચૂનો લગાવ્યો
ફિલ્મ સ્ટારનાં 75 વર્ષીય પિતા સાથે નગ્ન વિડીયો કોલ! સેક્સટોર્શન કરીને 89000નો ચૂનો લગાવ્યો
video call scam
75 વર્ષીય ફરિયાદીએ જણાવ્યું હતું કે તે તેના વર્સોવાના નિવાસસ્થાનમાં હતો, ત્યારે તેને 10 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે અશ્લીલ ફોન (lewd phone call ) આવ્યો હતો. તેણે તરત જ ફોન કાપી નાખ્યો. થોડા જ સમયમાં તેને આ જ નંબર પરથી વોટ્સએપ પર એક અશ્લીલ વિડીયો (obscene video on WhatsApp) મળ્યો હતો.
VIDEO CALL SEXTORTION SCAM: એક લોકપ્રિય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતાના પિતા આ મહિનાની શરૂઆતમાં સેક્સટોર્શન કૌભાંડનો શિકાર (Actor’s father duped in sextortion) બન્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. વર્સોવા પોલીસ (Versova Police)ના જણાવ્યા અનુસાર, 75 વર્ષીય ફરિયાદીએ જણાવ્યું હતું કે તે તેના વર્સોવાના નિવાસસ્થાનમાં હતો, ત્યારે તેને 10 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે અશ્લીલ ફોન (lewd phone call ) આવ્યો હતો. તેણે તરત જ ફોન કાપી નાખ્યો. થોડા જ સમયમાં તેને આ જ નંબર પરથી વોટ્સએપ પર એક અશ્લીલ વિડીયો (obscene video on WhatsApp) મળ્યો હતો. ફરિયાદીએ નંબર બ્લોક કરી દીધો હતો.
શું છે સમગ્ર મામલો?
આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "12 જાન્યુઆરીએ પીડિતને બીજા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર ઋષિલાલ શુક્લા તરીકે આપી હતી. ફોન કરનારે પીડિતાને જણાવ્યું હતું કે, તે એક મહિલા સાથે અશ્લીલ વાતચીત કરતા કેમેરામાં કેદ થયો છે, જેણે તેની સામે ફરિયાદ નોંધાવી છે. ફોન કરનારે પીડિતાને વધુમાં જણાવ્યું હતું કે તે બે વર્ષ માટે જેલમાં જઈ શકે છે.”
વિવિધ બહાના હેઠળ પડાવ્યા રૂ.89000
પછીના બે કલાકમાં ફોન કરનારે વિવિધ બહાના હેઠળ પીડિત પાસેથી કુલ રૂ.89,000 પડાવ્યા હતા. જેમાં યુટ્યુબ પરથી વિડીયો દૂર કરવા અને 'તેણી તેને વધુ બદનામ ન કરે' તે માટે મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવા સહિતના વિવિધ બહાના હેઠળ કુલ રૂ. 89,000ની માંગ કરી હતી.
આ વ્યક્તિએ 13 જાન્યુઆરીના રોજ પોતાના પુત્ર અને વહુને આ ઘટનાની જાણકારી આપી હતી. તેઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને એફઆઈઆર નોંધવામાં આવી હતી.
" isDesktop="true" id="1320943" >
પોલીસે શરૂ કરી તપાસ
અધિકારીએ ઉમેર્યું હતું કે, અમે ભારતીય દંડ સંહિતા અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ છેતરપિંડી અને ઢોંગનો કેસ નોંધ્યો છે. આ કેસમાં હજુ વધુ પૂછપરછ ચાલી રહી છે. 2000ના દાયકાની શરૂઆતમાં એક લોકપ્રિય ટેલિવિઝન સિરિયલમાં અભિનેતા તરીકે શરૂઆત કરનાર પીડિતના પુત્રએ તેની કારકિર્દીમાં પાછળથી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ બાજુથી તપાસનો ધમધમાટ થરૂ કર્યો છે. અને ઠગી કરનાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર