Home /News /entertainment /

URIની રેકોર્ડ બ્રેક કમાણી, રાજીથી આગળ નીકળી, હવે તૂટી શકે આ રેકોર્ડ

URIની રેકોર્ડ બ્રેક કમાણી, રાજીથી આગળ નીકળી, હવે તૂટી શકે આ રેકોર્ડ

ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે

બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર કરોડોની કમાણીની સાથે અનેક રેકોર્ડ પણ બનાવી રહી છે

  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર કરોડોની કમાણીની સાથે અનેક રેકોર્ડ પણ બનાવી રહી છે. સેકન્ડ વીકમાં પણ દર્શકો ફિલ્મને જોવા થિયેટર પહોંચી રહ્યાં છે. સેકન્ડ વીકમાં 13માં દિવસે પણ ફિલ્મે સારી કમાણી કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, 11 જાન્યુઆરીએ રીલિઝ થયેલી આ ફિલ્મે 13માં દિવસે બુધવારે 6 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ 'ઉરી' ફિલ્મ 'રાજી'ના લાઇફ ટાઇમ કલેક્શનથી આગળ નીકળી ગઇ છે.

  'ઉરી' વિક્કી કૌશલની હિટ ફિલ્મ હોવાની સાથે જ તેના કરિયરની પહેલી સોલો બ્લોક બસ્ટર છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના કલેક્શનના આંકડા શેર કર્યા હતા. તરણ આદર્શ પ્રમાણે, ઉરીએ સેકન્ડ વીકમાં શુક્રવારે 7.70 કરોડ, શનિવારે 13.35 કરોડ, રવિવારે 17.17 કરોડ, સોમવારે 6.82 કરોડ, મંગળવારે 6.30 કરોડ અને બુધવારે 6 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે કુલ 128.59 કરોડનું કલેક્શન કર્યું છે.

  આ ફિલ્મ્સના રેકોર્ડ તૂટી શકે

  લાઇફ ટાઇમ કલેક્શનની દ્રષ્ટિએ ઉરી કેટલીક ફિલ્મ્સને પાછળ કરવા આગળ વધી રહી છે. 13માં દિવસે કુલ લાઇફટાઇમ કલેક્શન મામલે 'ઉરી'એ 'રાજી'ને પછાડી દીધી છે. હવે ઉરીની આગળ અન્ય ત્રણ ફિલ્મ્સ છે, જેના રેકોર્ડ પણ તૂટી શકે છે. ઉરી રીલિઝના 14માં દિવસે ફિલ્મ 'સ્ત્રી' અને ત્રીજી વીકેન્ડમાં 'બધાઇ હો'થી આગળ નીકળી શકે છે.  આ પણ વાંચો:  ઉરીની સક્સેસ પાર્ટીમાં આવ્યા સ્ટાર્સ, રાધિકાનો બોલ્ડ અંદાજ

  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ઉરી'માં વિક્કી કૌશલ ઉપરાંત યામી ગૌતમ, મોહિત રૈના અને પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની કહાણી વર્ષ 2016માં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Alia Bhatt, Box office Collection, Film uri

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन