Home /News /entertainment /

#MeToo: 'વિકી કૌશલનાં પિતા શામ કૌશલ પર આરોપ, 'મને બતાવી હતી પોર્ન ફિલ્મ'

#MeToo: 'વિકી કૌશલનાં પિતા શામ કૌશલ પર આરોપ, 'મને બતાવી હતી પોર્ન ફિલ્મ'

વિકી કૌશલ પિતા શામ કૌશલ સાથે

સ્ટંટ ડિરેક્ટર અને વિકી કૌશલનાં પિતા પર 'મનોરમા સિક્સ ફિટ અંડર', 'અબ તક છપ્પન' અને 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લીમીટેડ'ની આસિસ્ટંટ ડિરેક્ટરે ગંભીર આરોપો લગાવ્યા છે

    નવી દિલ્હી: એક્ટર વિકી કૌશલનાં પિતા અને એક્શન ડિરેક્ટર શામ કૌશલ #MeTooની ચપેટમાં આવેલા લેટેસ્ટ બોલિવૂડ સેલિબ્રિટી છે તેમનાં પર 'મનોરમા સિક્સ ફિટ અંડર', 'અબ તક છપ્પન' અને 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લીમીટેડ'ની આસિસ્ટંટ ડિરેક્ટરે ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલા આસિસ્ટંટ ડિરેક્ટરે તેમનાં પર ગંદી રીતે વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

    વર્ષ 2006માં જ્યારે તેઓ આઉટડોર શૂટ માટે ગયા હતાં ત્યારે શામ કૌશલે મહિલાને તેમની રૂમમાં ડ્રિંક કરવા માટે આમંત્રણ આપ્યુ હતું. આખી ઘટનાને યાદ કરતાં મહિલા આસિસ્ટંટ ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે ,'વર્ષ 2006માં અમે આઉટડોર શૂટિંગમાં વ્યસ્ત હતાં ત્યારે શામ કૌશલ જે એક પ્રખ્યાત અને એવોર્ડ વિનર બોલિવૂડ સ્ટંટ ડિરેક્ટર છે. તેઓ ઇચ્છતા હતાં કે હું તેમનાં રૂમમાં વોડકા પીવા આવું. પણ તેમના અવાજમાં જે હતુ તે મને કંઇક ખોટુ હોવાનાં સંકેત આપી રહ્યું હતું તેથી મે તેમને જુઠ્ઠુ કહ્યું હતું કે, હું ડ્રિંક્સ નથી લેતી.'

    તેણે ઉમેર્યુ કે, 'જ્યારે હું મારી વાત પર અડી રહી. તો તેમણે તેમનો ફોન ઉપાડ્યો અને એકદમ જ મારી સામે કરી દીધો જેનાં પર પોર્ન એમએમએસની વીડિયો ક્લિપ ચાલતી હતી '

    વધુમાં તેણે જણાવ્યું કે, 'મે મારી લાઇન પ્રોડ્યુસરને આ વિશે અડધો કલાકની અંદર જ વાત કરી. મારી સાથે બનેલી આખી ઘટના જણાવી તે સમયે તેણે મને ઘણી હિંમત આપી પણ તે નહોતી જાણતી કે તેણે હવે આગળ શું કરવું જોઇએ. પણ તેણે મારા માટે એટલું કરી આપ્યું કે હું ક્યારેય સ્ટંટ ટીમ સાથે એકલી ન રહું તે સમયે સ્ટંટ સીન્સનું શૂટિંગ શેડ્યુલ ચાલતુ હતું. જ્યારે આ ઘટના બની હતી ત્યારે હું શામ કૌશલ સાથે એકલી હતી.

    આ મામલે હજુ સુધી શામ અને વિકી કૌશલ તરફથી કોઇ જ રિએક્શન આવ્યુ નથી.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन