Home /News /entertainment /‘હું નથી પરફેક્ટ પતિ,’ કેટરિનાની પ્રેગ્નેન્સીના સમચારો વચ્ચે આ શું બોલી ગયો વિકી કૌશલ, ફેન્સ પણ ચોંક્યા
‘હું નથી પરફેક્ટ પતિ,’ કેટરિનાની પ્રેગ્નેન્સીના સમચારો વચ્ચે આ શું બોલી ગયો વિકી કૌશલ, ફેન્સ પણ ચોંક્યા
Photo Credit : @katrinakaif Instagram
Vicky Kaushal-Katrina Kaif: કેટરિના કૈફની (Katrina Kaif Pregnancy) પ્રેગ્નન્સીના સમાચારો વચ્ચે વિકી કૌશલે પરફેક્ટ પતિ ન હોવાની વાત કરી છે. વિકીના (Vicky Kaushal) આ નિવેદનથી તેના ફેન્સ ચોંકી ગયા છે.
બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડી કેટરિના કૈફ અને વિક્કી કૌશલ (Katrina Kaif and Vicky Kaushal) અવારનવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં જોવા મળે છે. છેલ્લા થોડા દિવસોથી કેટરીના કૈફની પ્રેગનન્સીને (Katrina Kaif Pregnant) લઈને અટકળોએ બોલિવૂડની અફવાઓનું બજાર ગરમ કરી દીધું છે.
કેટરીના અને વિક્કી (Katrina and Vicky)ના પહેલા બાળકની જાહેરાતની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વિક્કી કૌશલે (Vicky Kaushal Interview) કહ્યું છે કે, તે કેટરીના કૈફ માટે પરફેક્ટ પતિ (Katrina Kaif Husband) નથી, પરંતુ તે દરરોજ ખુદને પરફેક્ટ બનાવવાની કોશિશ કરે છે.
કેટરિના કૈફ સાથે લગ્ન (Katrina Kaif Marriage) કર્યા બાદ વિકી કૌશલની જિંદગી સાવ બદલાઇ ગઇ છે. વિકી કૌશલે લાઈફસ્ટાઈલ એશિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત જણાવી છે. વિક્કી કૌશલનું કહેવું છે કે જ્યારે તમે એકલા રહો છો, ત્યારે તમારા લગ્ન પછીના જીવનમાં ઘણું બધું બદલાઈ જાય છે. હંમેશાં તમારી સાથે એક વ્યક્તિ હોય છે, જેનો દૃષ્ટિકોણ સમજવા મળે છે અને તેમાંથી ઘણું શીખવા પણ મળે છે.
વિક્કી કૌશલે કહ્યું, "તેના જીવનની તમામ નકારાત્મક સમસ્યાઓ હવે સકારાત્મક બની ગઈ છે. વિકીએ વધુમાં કહ્યું કે, "તે એક સુંદર અહેસાસ છે કે કેવી રીતે એક વ્યક્તિ બીજી વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાનું શરૂ કરે છે અને તે જ ખરેખર વ્યક્તિનો ગ્રોથ છે."
વિક્કી કૌશલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'તે કેટરિના કૈફ માટે પરફેક્ટ પતિ નથી' તેણે કહ્યું હતું કે, 'ઘણી રીતે હું ન તો પરફેક્ટ હસબન્ડ છું કે ન તો પરફેક્ટ દીકરો, પરંતુ હું દરરોજ આ બંનેમાં પરફેક્ટ બનવાનો પ્રયત્ન કરું છું અને કેટરિના અને તેના સંબંધમાંથી ઘણું બધું શીખવાનો પ્રયાસ કરું છું. ફેન્સના પ્રેમ બદલ આભાર.’
પ્રેગ્નેન્સીની ખબરો વચ્ચે કેટરિના જોવા મળી લૂઝ આઉટફિટમાં
કેટરિના કૈફ તાજેતરમાં જ તેની બહેન ઇસાબેલ સાથે ડિનર માટે નીકળી હતી. આ સમય દરમિયાન પાપારાઝીએ તેમને કેમેરામાં કેદ કરવામાં કોઇ કસર છોડી ન હતી. આ સમય દરમિયાન આ વિડીયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કેટરિના ફરી પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં આવી છે. કેટરિનાએ ઇસાબેલ સાથે ડિનર માટે બ્લેક કલરના લૂઝ ક્લોથ પહેર્યા હતા. તેને જોઇને ફેન્સને લાગે છે કે એક્ટ્રેસ પોતાના બેબી બંપને છૂપાવવાની કોશિશ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર