કેટરિનાને વિક્કી કૌશલે કહ્યું- મુઝસે શાદી કરોગી? VIDEOમાં જુઓ સલમાન ખાનનું રિએક્શન

(Video Grab Instagram)

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2019થી વિક્કી અને કેટરિના એકબીજાને ડેટ કરી રહ્યા છે

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) અને અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal)વચ્ચેનો સંબંધ દોસ્તીથી વધારે છે. તે ભલે કશું કહી રહ્યા ના હોય પણ બી ટાઉનમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. બંનેએ પોતાના સંબંધને લઇને ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. જોકે બંનેની તસવીરો હંમેશા લોકોના મનમાં શંકા જગાવે છે. આ દરમિયાન બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિક્કી કૌશલ કેટરિનાને મુઝસે શાદી કરોગી કહેતા જોવા મળી રહ્યો છે.

  સૌથી ખાસ વાત એ છે કે આ વીડિયોમાં સલમાન ખાન પણ જોવા મળે છે. આ વીડિયો કોઇ એવોર્ડ ફંક્શનનો છે. જેમાં વિક્કી કૌશલ કેટરિનાને કહી રહ્યો છે કે તમે કોઇ સારા વિક્કી કૌશલને શોધીને લગ્ન કેમ કરી લેતા નથી? લગ્નની સિઝન ચાલી રહી છે તો મને લાગ્યું કે તમારું પણ મન કરી રહ્યું હશે, તો હું તમને પૂછી લઉ છું. કેટરિનાએ કહ્યું શું? આ પછી વિક્કી મજાકમાં કહે છે કે મુઝસે શાદી કરોગી? જેના પર સલમાન ખાન હસતો જોવા મળે છે પણ થોડી નારાજગી પણ તેના ચહેરા પર જોવા મળે છે. પછી કેટરિના કહે છે કે તેને હિંમત નથી તો સલમાન ખાન તેની આ વાત સાંભળી ચોંકી જાય છે.

  આ પણ વાંચો - એક દ્રાક્ષની કિંમત છે 35 હજાર રૂપિયા, એક કિલોના ભાવમાં ખરીદી શકો છો કેટલાય તોલા સોનુ
  જણાવી દઈએ કે વિક્કી કૌશલ કેટરિના કૈફના ઘર પર જોવા મળ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2019થી વિક્કી અને કેટરિના એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેના પ્રશંસકોની નજર એ વાત પર ટકેલી છે કે આખરે ક્યારે આ બંને પોતાના સંબંધની જાહેરાત પ્રશંસકો સામે કરે છે.
  Published by:Ashish Goyal
  First published: