વિકી અને કેટરીના બંને તેમના કામ પર પાછા ફરતા પહેલા લગ્નની તમામ વિધિઓ અને વ્યવહારો પૂર્ણ કરવા માંગે છે. એટલા માટે કેટરીના આ પહેલા રિસેપ્શન પાર્ટી (Vicky Kaushal Katrina Kaif Reception Date) આપવા માંગે છે. એ-લિસ્ટર્સ કલાકાર રિસેપ્શનમાં હાજરી આપશે
કેટરિના કૈફ અને વિકી કૌશલ તેમના લગ્ન (Vicky Kaushal Katrina Kaif Wedding) પછીથી જ સુંદર તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી રહ્યા છે. વિકી-કેટરિનાએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. માલદીવમાં રોયલ વેડિંગ અને હનીમૂન વેકેશન પછી બંને મુંબઈ પાછા ફર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ વર્ક કમિટમેન્ટ અને વેડિંગ રિસેપ્શન પાર્ટી માટે હનીમૂનથી વહેલા પરત ફર્યા છે.
વિકી કૌશલ અને કેટરિના કૈફ રિસેપ્શનની નજીકના એક સૂત્રએ બૉલીવુડ લાઇફને જણાવ્યું હતું કે, વિકી અને કેટરિનાએ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં તેની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. આ કપલ 20 ડિસેમ્બરે તેમના લગ્નની રિસેપ્શન પાર્ટી આપી રહ્યું છે. આ તારીખ પસંદ કરવા માટે ઘણા કારણો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિકી અને કેટરીના બંને તેમના કામ પર પાછા ફરતા પહેલા લગ્નની તમામ વિધિઓ અને વ્યવહારો પૂર્ણ કરવા માંગે છે.
સલમાન ખાન અને રણબીર કપૂરને આમંત્રણ મળ્યું હતું
ઉપરાંત, ક્રિસમસ નજીક છે, અને આ વિકી કૌશલ-કેટરિના કૈફનો એક યુગલ તરીકેનો પ્રથમ તહેવાર હશે. એટલા માટે કેટરીના આ પહેલા રિસેપ્શન પાર્ટી (Vicky Kaushal Katrina Kaif Reception Date) આપવા માંગે છે. રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ ખાન અને રણબીર કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સને વિકી-કેટરિનાની રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું છે.
તો, વિકી કૌશલ અને કેટરિના કૈફ મુંબઈમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મુંબઈ સિવિક બોડી BMC દ્વારા નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરશે. રિસેપ્શનમાં હાજરી આપનાર દરેક મહેમાનને તેમનો RT PCR ટેસ્ટ કરાવવાનો રહેશે અને પાર્ટીમાં જોડાવા માટે તેમણે નેગેટિવ રિપોર્ટ પણ લાવવાનો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર