Home /News /entertainment /

Katrina Kaif Vicky Kaushal Wedding: રાજવી ઠાઠ સાથે થશે લગ્ન,વિકી 7 ઘોડાનાં રથમાં કરશે એન્ટ્રી

Katrina Kaif Vicky Kaushal Wedding: રાજવી ઠાઠ સાથે થશે લગ્ન,વિકી 7 ઘોડાનાં રથમાં કરશે એન્ટ્રી

વિકી કૌશલ લગ્નમાં સાત ઘોડાનાં રથ પર બેસીને આવશે

Katrina Kaif Vicky Kaushal Wedding: આ લગ્ન ખૂબ જ શાહી અંદાજમાં થવાના છે. આ લગ્નને વધુ રોયલ બનાવવા માટે વરરાજા એટલે કે વિકી કૌશલ (Vicky Kaushal) 7 સફેદ ઘોડાઓના રથ પર સવાર થઈને લગ્નના મંડપમાં ભવ્ય એન્ટ્રી લેશે.

    કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન (Vicky Kaushal Katrina Kaif Destination Wedding)ના અપડેટ્સ દરરોજ સાંભળવા મળે છે. દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવતી હોય છે. આ દરમિયાન વધુ એક અપડેટ સામે આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, આ લગ્ન ખૂબ જ શાહી અંદાજમાં થવાના છે. આ લગ્નને વધુ રોયલ બનાવવા માટે વરરાજા એટલે કે વિકી કૌશલ (Vicky Kaushal) 7 સફેદ ઘોડાઓના રથ પર સવાર થઈને લગ્નના મંડપમાં ભવ્ય એન્ટ્રી લેશે.

    હેલિકોપ્ટર દ્વારા લગ્ન સ્થળે જશે

    આ લગ્ન માટે ખાસ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે કાચનો રહેશે. એટલું જ નહીં આ ટેન્ટ ખાસ મુંબઈથી મંગાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, દંપતીએ 6 ડિસેમ્બરે જયપુર જવાનો પ્લાન બનાવ્યો છે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા લગ્ન સ્થળ પર જશે. તેઓ પોતાના લગ્નને મીડિયાની નજરથી છૂપાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં લગ્નમાં મહેમાનોને મોબાઈલ લઈ જવાની પરવાનગી ન હોવાનું પણ જાણવા મળે છે. મહેમાનો ખાસ કોડ દ્વારા જ લગ્નમાં હાજરી આપી શકશે.

    આ પણ વાંચો-Katrina Kaif Wedding: લગ્ન માટે નીકળતી કેટરિના કૈફની ગાડી ટ્રાફિક પોલીસે રોકી, VIDEO VIRAL

    મહેમાનોએ રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ

    સૂત્રોનું કહેવું છે કે, આ લગ્ન સમારોહ રાજસ્થાનમાં 7 થી 9 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ તૈયારીઓ વચ્ચે સવાઈ માધોપુરના ડીએમ રાજેન્દ્ર કિશને વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્ન દરમિયાન ચાર દિવસ સુધી કાયદો અને વ્યવસ્થાને અંકુશમાં રાખવા માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કોરોના મહામારી સ્થિતિને ધ્યાનમાં રાખીને ડીએમએ એ પણ નિર્દેશ આપ્યો છે કે, વિકી કૌશલ - કેટરિના કૈફના લગ્નમાં હાજર રહેલા મહેમાનોએ રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ.

    આ પણ વાંચો-Katrina Kaifનો ભાઈ છે Gold Medalist માઈકલ ફેલ્પ્સ! ગૂગલ બાબાને તો એવું જ લાગે છે, શું છે સત્ય?

    શાહી મંડપને દુલ્હન માટે ડિઝાઇન કરાયો

    વિકી કૌશલ પરંપરાગત રીતે ઘોડા પર પ્રવેશ કરશે. લગ્ન સમારોહના દિવસે તેની ભવ્ય એન્ટ્રી માટે 7 સફેદ ઘોડાઓની પસંદગી કરવામાં આવી છે. એટલે કે વિકી 7 ઘોડાઓના રથ પર સવાર થઈને લગ્નમાં પ્રવેશ કરશે. દુલ્હન માટે શાહી મંડપ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ લગ્ન માટે સંગીત અને મહેંદી વિધિ શરૂ થઈ ગઈ છે. આ સાથે રાજસ્થાનમાં પણ લગ્ન સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 7 થી 9 ડિસેમ્બર સુધી ચાલનારા આ લગ્નમાં કેટરિના અને વિકીના પરિવારો સિવાય માત્ર કેટલાક નજીકના મહેમાનો જ હાજરી આપશે.

    ઇન્ડસ્ટ્રીમાં રહેલા મિત્રો માટે ખાસ રિસેપ્શન થશે

    લગ્ન બાદ બંને ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો માટે ખાસ રિસેપ્શન રાખશે. જેમાં ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ ભાગ લેશે. આ લગ્ન કથિત રીતે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં થશે. કપલના માતા-પિતા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. કેટરીના કૈફના ઘરે તેના નજીકના મિત્રો ભેગા થઈ રહ્યા છે અને નવમી ડિસેમ્બરે આ કપલ સાત ફેરા લેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Destination Wedding, Entertainment, Katrina kaif, Vicky Kaushal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन