મુંબઈ પોલીસ (Mumbai Police)ની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે. વિકી કૌશલની ફરિયાદ બાદ પોલીસે ધમકી આપનારને કસ્ટડીમાં લીધો છે. આ વ્યક્તિનું નામ મનવિંદર સિંહ છે. તે એક સ્ટ્રગલિંગ એક્ટર છે. તે છેલ્લાં ઘણાં મહિનાઓથી કેટરીનાને સો.મીડિયામાં સ્ટોક કરતો હતો
કેટરિના કૈફ અને વિકી કૌશલ (Vicky Kaushal)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે આ મામલે પહેલા અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જો કે, મામલાની તપાસ કર્યા પછી મુંબઈ પોલીસે આરોપીની ઓળખ કરી લીધી અને તેની ધરપકડ કરી લીધી છે. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. આ પહેલા ANIના રિપોર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસે જણાવ્યું કે, આ કેસ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. વિકી અને કેટરિના (Katrina Kaif)ને સોશિયલ મીડિયા દ્વારા કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ફરિયાદ પછી પોલીસે કેસ નોંધ્યો છે અને તેની તપાસ શરૂ કરી દીધી છે.
મુંબઈ પોલીસ (Mumbai Police)ની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે. વિકી કૌશલની ફરિયાદ બાદ પોલીસે ધમકી આપનારને કસ્ટડીમાં લીધો છે. આ વ્યક્તિનું નામ મનવિંદર સિંહ છે. તે એક સ્ટ્રગલિંગ એક્ટર છે. તે છેલ્લાં ઘણાં મહિનાઓથી કેટરીનાને સો.મીડિયામાં સ્ટોક કરતો હતો. ત્યારબાદ તેણે કેટરીના તથા વિકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Maharashtra | Police register a case against an unidentified man and initiate an investigation for allegedly giving life threats to actors Katrina Kaif and Vicky Kaushal through social media. Case registered at Santacruz Police Station: Mumbai Police
મનવિંદરે 'કિંગ આદિત્ય રાજપૂત'થી સો.મીડિયા અકાઉન્ટ બનાવ્યું છે. સો.મીડિયા અકાઉન્ટના બાયોમાં મનવિંદરે કેટરીના કૈફ ગર્લફ્રેન્ડ તથા પત્ની હોવાનું કહ્યું છે. આટલું જ નહીં તેણે કેટરિનાની તસવીરોમાં છેડછાડ કરીને પોતાની તસવીર પણ મૂકી દીધી છે. તે કેટરીનાને એક તરફી પ્રેમ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મનવિંદર લખનઉનો છે.
આરોપીએ એકતરફી પ્રેમમાં પાગલ છે. તેણે કેટરિનાના લગ્નના ફોટો એડિટ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે કેટરિના પોતાના બ્રાઈડલ લહેંગામાં છે અને વિકી કૌશલના ચહેરાને એડિટ કરીને આરોપીએ પોતાનો ચહેરો લગાવી દીધો છે. કેપ્શનમાં કેટરિના કૈફની આઈડીને ટેગ કરીને એક્ટ્રેસ સાથે પોતાના લગ્ન થયા હોવાની વાત કહી છે.
હાલમાં જ માલદીવ્સથી પરત ફર્યા
કેટરીનાએ 16 જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ પતિ વિકી તથા મિત્રો સાથે માલદીવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર