Home /News /entertainment /

વિકી કૌશલ અને કેટરિનાને જીવથી મારી નાખવાની ધમકી મળી: પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો

વિકી કૌશલ અને કેટરિનાને જીવથી મારી નાખવાની ધમકી મળી: પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો

આરોપી કેટરિનાને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરી રહ્યો હતો.

વિકી કૌશલ અને કેટરિના કૈફને સોશિયલ મીડિયા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક્ટર વિકી કૌશલે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. વિકીનું કહેવું છે કે એક વ્યક્તિ તેની પત્ની કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો છે. તેની સાથે જાનથી મારવાની ધમકી આપી રહ્યો છે.

વધુ જુઓ ...
    વિકી કૌશલ અને કેટરિના કૈફને સોશિયલ મીડિયા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એક્ટર વિકી કૌશલે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. વિકીનું કહેવું છે કે એક વ્યક્તિ તેની પત્ની કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો છે. તેની સાથે જાનથી મારવાની ધમકી આપી રહ્યો છે. કમ્પ્લેન કોપીમાં એ પણ લખવામાં આવ્યું છે કે, આ ધમકી છેલ્લા ઘણા દિવસથી આપવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદ દાખલ કર્યા પછી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

    સાંતાક્રુઝ પોલીસે આ કેસને IPCની કલમ 506(2), 354(D) r/w, સેક્શન 67 IT એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. તે સાથે જ પોલીસે સાઈબર ક્રાઈમ બ્રાંચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તપાસ કરાવી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.



    વિકી કૌશલનો આરોપ છે કે એક વ્યક્તિ તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા ધમકી આપી રહ્યો છે. તેણે એ પણ આરોપ લગાવ્યો કે, આરોપી તેની પત્ની એટલે કે કેટરિના કૈફ પર પણ નજર રાખી રહ્યો છે અને તેણે ધમકીઓ આપી રહ્યો છે. આરોપીએ કેટરિના કૈફને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરી રહ્યો હતો અને તેને એક્ટ્રેસને ઈન્સ્ટાગ્રામ પર જ ધમકીનો મેસેજ મોકલ્યો હતો.

    સલમાન ખાનને મળી હતી ધમકી

    થોડા દિવસ પહેલા સલમાન ખાનને પણ જાનની મારવાની ધમકી મળી ચૂકી છે. હકીકતમાં આ સંપૂર્ણ મામલો 5 જૂનની સવારે ત્યારે સામે આવ્યો હતો જ્યાં સલમાનના પિતા સલીમ મોર્નિગ વોક પર ગયા હતા. વોક પરથી આવ્યા પછી સલીમ ખાનને અજાણ્યો પત્ર મળ્યો, જેમાં તેમને અને સલમાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લેટરમાં લખ્યું હતું તારો મૂસેવાલા જેવો હાલ બનાવી દઈશ સલમાન ખાન.

    કેટરિના-વિકીનું વર્કફ્રન્ટ

    કેટરિના અને વિકીએ ગયા વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સિક્સ સેંસ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. બંને 2019માં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિના ટૂંક સમયમાં જ સલમાન ખાનની સાથે ફિલ્મ 'ટાઈગર-3' માં જોવા મળશે. તે સિવાય તે 'ફોન ભૂત' માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની સાથે જોવા મળશે.

    તેમજ વિકીની વાત કરીએ તો તે અત્યારે સારા અલી ખાનની સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'પ્રોડક્શન નંબર 25'નું શૂટિંગ કરી રહ્યો છે. તે સિવાય વિકી ટૂંક સમયમાં ગોવિંદા નામ મેરા, ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી, અને ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી અનટાઈલ્ડ ફિલ્મમાં જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Katrina kaif, Vicky Kaushal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन