મુંબઈ : મુંબઈમાં મંગળવારે ફિલ્મ ‘શેરશાહ’ (shershaah)નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. શેરશાહની ટીમે સ્પેશિયલ સ્ક્રીનિંગ હોસ્ટ કર્યું હતું. આ કાર્યક્રમમાં અભિનેતા વિક્કી કૌશલ (Katrina kaif vicky kaushal) અને કેટરીના કૈફ (Katrina kaif) પણ જોવા મળ્યા હતા. કેટરીના અને વિક્કી કૌશલને સાથે જોઈને તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ગરમ છે.
ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન કેટરીના અને વિક્કી બંને એકસાથે જોવા મળ્યા હતા. કેટરીના ડેનિમ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી હતી. જયારે વિક્કીએ ઓલિવ સ્વેટશર્ટ અને બ્લેક હેડગેર પહેર્યું હતું. આ બંને બોલીવુડ સ્ટાર એકસાથે ફોટો પડાવતા ન હતા. કેટરીના અને વિકી કૌશલે પોતાની પર્સનલ લાઈફ મીડિયા સામે ન મુકવાનો નિર્ણય કર્યો છે. આ બંને સેલેબ્સ ઘણી વખત એકસાથે ડિનર અને લંચ કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ વિક્કી કૌશલ અને કેટરીના વિશે કહે છે, બંને એકસાથે પરફેક્ટ લાગે છે.
આ અફવા અંગે કેટરીના અને વિક્કીએ કંઈ જ કહ્યું નથી, પરંતુ અભિનેતા હર્ષવર્ધન કપૂરે એક ઈન્ટરવ્યૂમાં તેમના વિશે કેટલીક વાતો જણાવી છે. ઝૂમ સાથે એક ઈન્ટરવ્યૂમાં કપૂરને આ બે સેલેબ્સ અંગે ફેલાયેલ અફવા વિશે પૂછવામાં આવ્યું હતું કે, વિક્કી અને કેટરીના અંગે અફવા ફેલાઈ છે તે સાચી છે? ત્યારે તેમણે જણાવ્યું હતું, કે વિક્કી અને કેટરીના સાથે રહે છે તે વાત સાચી છે. પરંતુ હકીકત શું છે તે મને ખબર નથી.
શેરશાહ ફિલ્મની સ્ક્રીનિંગમાં કેટરીનાની બહેન ઈસાબેલ કૈફ, ફિલ્મ નિર્માતા પુનિત મલ્હોત્રા અને રમેશ તૌરાની હાજર રહ્યા હતા. આ ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળશે.
કેપ્ટન વિક્રમ બત્રા પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન વિષ્ણુ વર્ધન દ્વારા કરવામાં આવ્યું છે. 12 ઓગસ્ટથી એમેઝોન પ્રાઈમ પર આ ફિલ્મનું સ્ટ્રીમિંગ શરૂ થવા જઈ રહ્યું છે. શેરશાહ ફિલ્મ ધર્મા પ્રોડક્શન અને પેન ઈન્ડિયા લિમિટેડના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર