Home /News /entertainment /Video : કેટરિના નહીં વિકી કૌશલને આ એક્ટ્રેસ પર છે ક્રશ, ખુલ્લેઆમ કરી દીધો પ્રેમનો ઇઝહાર

Video : કેટરિના નહીં વિકી કૌશલને આ એક્ટ્રેસ પર છે ક્રશ, ખુલ્લેઆમ કરી દીધો પ્રેમનો ઇઝહાર

વિકી કૌશલે પોતાના દિલનું રહસ્ય જાહેર કર્યુ

Jhalak Dikhlaa Jaa Vicky Kaushal: વિકી કૌશલે ઝલક દિખલા જાના સ્ટેજ પર પોતાના પહેલા ક્રશનું નામ જણાવી દીધું છે. તેનો પહેલો ક્રશ કેટરિના કૈફ નહીં પરંતુ 'ધક-ધક ગર્લ' હતી.

    Jhalak Dikhla Jaa 10 Madhuri Dixit-Vicky Kaushal Dance: ઝલક દિખલા 10 ના અપકમિંગ એપિસોડ પર, વિકી કૌશલ તેની આગામી ફિલ્મ 'ગોવિંદા મેરા નામ'ના પ્રમોશન માટે પહોંચશે. વિકી કૌશલ 'ઝલક દિખલા જા'ના સ્ટેજ પર પોતાની મસ્તીથી સાંજને રંગીન બનાવતો જોવા મળશે.

    વિકી કૌશલે ઝલક દિખલા જાના સ્ટેજ પર પોતાના પહેલા ક્રશ વિશે જણાવીને પોતાના દિલનું રહસ્ય જાહેર કર્યુ છે. વિકી કૌશલે ડાન્સ શોમાં જણાવ્યું હતું કે કેટરિના કૈફ તેનો પહેલો ક્રશ નહોતો, પરંતુ તેને આ એક્ટ્રેસ પસંદ હતી.

    આ પણ વાંચો :  VIDEO: ઉર્ફી જાવેદે ટૉપલેસ થઇને લટકાવ્યા માત્ર બે મોબાઇલ, ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    વિકી કૌશલે કર્યો પ્રેમનો ઇઝહાર


    વિકી કૌશલે ઝલક દિખલા 10ના સ્ટેજ પર પોતાનો પ્રેમનો ઇઝહાર કર્યો છે. તાજેતરમાં જ કલર્સના સોશિયલ મીડિયા પર ઝલક દિખલા જા 10નો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)






    પ્રોમોમાં, વિકી કહેતો જોવા મળે છે - હું મારા પહેલા ક્રશ સાથે બેઠો છું. જો હું તમારી સાથે 2 થી 20 સેકન્ડ સુધી ડાન્સ કરી શકું તો મારી લાઇફ બની જશે. પ્રોમોમાં જોઈ શકાય છે કે માધુરી દીક્ષિત વિકી કૌશલની બાજુમાં બેઠી છે.

    આ પણ વાંચો :  Drishyam 2 Day 1 Box Office: અજય દેવગણની ફિલ્મે પહેલા જ દિવસે બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલું રહ્યું કલેક્શન


    માધુરી દીક્ષિત અને વિકી કૌશલે કર્યો ડાન્સ


    ઝલક દિખલા જા 10 ના અપકમિંગ એપિસોડમાં દર્શકોને વિકી કૌશલ ઝલક દિખલા જા અને માધુરી દીક્ષિતનો મજેદાર ડાન્સ જોવા મળવાનો છે. વિકી કૌશલ એક તરફ વ્હાઇટ સૂટમાં ડાન્સ કરી રહ્યો છે, જ્યારે માધુરી દીક્ષિત શિમરી લહેંગામાં તેનો મોહક અંદાજ બતાવી રહી છે. માધુરી દીક્ષિત અને વિકી કૌશલનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Katrina kaif, Madhuri dikshit, Vicky Kaushal

    विज्ञापन
    विज्ञापन