ન્યૂઝ18 ગુજરાતી: અભિનેતા વિક્કી કૌશલનન ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. કમાણી મામલે ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. હજુ દર્શકો ફિલ્મ જોવા થિયેટર પહોંચી રહ્યાં છે.
ફિલ્મ 'ઉરી'એ ફર્સ્ટ વીકમાં 71.26 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા અને ત્રીજા વીકની કમાણી સાથે ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી ગઇ હતી. હવે ફિલ્મે ચોથા વીકમાં 29.02 કરોડનું કલેક્શન કર્યું છે. આવામાં તેનું કુલ બિઝનેસ 200 કરોડને પાર પહોંચી ગયું છે.
વિક્કી કૌશલ આ પહેલાં 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડી ચૂક્યો છે. બાહુબલી 2એ 23માં દિવસે 6.35 કરોડની કમાણી કરી હતી, જ્યારે ઉરીએ 6.53 કરોડની કમાણી કરી હતી. સાથે જ ફિલ્મ 'ઉરી' 2019ની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઇ છે. ફિલ્મનો ડાયલોગ 'હાઉઝ ધ જોશ' જબરદસ્ત હિટ થયો છે.
#UriTheSurgicalStrike continues to dominate, unaffected by new releases... Surpasses *fifth Fri* biz of #Baahubali2 [#Hindi; ₹ 1.56 cr] by a big margin... [Week 5] Fri 2.13 cr. Total: ₹ 202.52 cr. India biz. #Uri#HowsTheJosh
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ઉરી' 2016માં થયેલી સર્જિકલ સ્ટાઇક પર આધારિત છે. ફિલ્મની સફળતા સાથે જ અભિનેતા વિક્કી કૌશલ બોલિવૂડના સુપરસ્ટાર્સના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.
વિક્કી કૌશલે 2015માં આવેલી ફિલ્મ 'મસાન' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. વિક્કી કૌશલની દમદાર એક્ટિંગના વખાણ થઇ રહ્યાં છે, સાથે જ તેની સારી એવી ફેન ફોલોઇંગ પણ બની ગઇ છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર