Home /News /entertainment /

અભિનેતા વિક્કી કૌશલના પિતા શામ કૌશલ કેન્સરને હરાવી ચૂક્યા છે, આપઘાતના આવતા હતા વિચાર

અભિનેતા વિક્કી કૌશલના પિતા શામ કૌશલ કેન્સરને હરાવી ચૂક્યા છે, આપઘાતના આવતા હતા વિચાર

વિકી કૌશલના પિતા શામ કૌશલને આપઘાતના વિચારો આવતા હતા.

અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal)ના પિતા શામ કૌશલે (Sham Kaushal) પોતાના જીવન અંગે કેટલાક ખુલાસા કર્યા છે. પેટના કેન્સરના કારણે આપઘાતના વિચાર આવતા હોવા છતાં તેઓ કેવી રીતે જીવિત છે, તે અંગે તેમણે જણાવ્યું છે. શામ કૌશલનું ભારતીય ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફીમાં પ્રખ્યાત નામ છે.

વધુ જુઓ ...
અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal)ના પિતા શામ કૌશલે (Sham Kaushal) પોતાના જીવન અંગે કેટલાક ખુલાસા કર્યા છે. પેટના કેન્સરના કારણે આપઘાતના વિચાર આવતા હોવા છતાં તેઓ કેવી રીતે જીવિત છે, તે અંગે તેમણે જણાવ્યું છે. શામ કૌશલનું ભારતીય ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફીમાં પ્રખ્યાત નામ છે. તેમણે પોતાના કરિયરમાં ચાર દાયકા પૂરા કર્યા છે.

શામ કૌશલે એક ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયર વિશેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું 1990માં એક્શન ડાયરેક્ટર બન્યો હતો. મારી પહેલી ફિલ્મ એક મલયાલમ ફિલ્મ હતી, જેનું નામ ઈન્દ્રજાલમ હતું. જ્યારે મારી પ્રથમ હિન્દી ફિલ્મ એક્ટર નાના પાટેકરની પ્રહાર હતી.'

એક ઈન્ટરવ્યૂમાં તેમણે તેમના પેટના કેન્સર વિશે પણ વાત કરી છે. તેમના જીવનમાં કપરો સમય ત્યારે આવ્યો કે, જ્યારે તેમણે ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું કે, ‘જ્યારે તેઓ વર્ષ 2003માં ફિલ્મ લક્ષ્યનું શુટીંગ પૂરું કરીને લદ્દાખ પરત આવ્યા હતા, ત્યારે તેમને પેટમાં દુખાવો થતો હતો. બીજા દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને સારવાર બાદ તેમની સર્જરી કરવામાં આવી.’

તેમણે જણાવ્યું કે, પેટનો એક ટુકડો કાપીને તપાસ માટે મોકલવામાં આવ્યો. ત્યારબાદ આ તપાસ પરથી જાણવા મળ્યું કે, તેમને કેન્સર છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘સપ્ટેમ્બર 2003માં ફિલ્મ લક્ષ્યનું શુટીંગ પૂરું કરીને લદ્દાખથી પરત આવ્યા બાદ મને પેટમાં દુખાવો થવા લાગ્યો. શ્યામ બેનેગલની ફિલ્મ નેતાજી સુભાષચંદ્ર બોઝનું શુટીંગ ચાલી રહ્યું હતું. દિવાળી હોવાના કારણે રજાનો દિવસ હતે. તે દિવસે મને પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો.’

બીજા દિવસે નાણાવટી હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયો. હું હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો અને મારા પેટનું ઓપરેશન કરવું પડ્યું. અગાઉ મને એપેન્ડિક્ષની સમસ્યા થતા નાના પાટેકર સાથે નાણાવટી હોસ્પિટલ ગયો હતો. આ કારણોસર ડોકટરને મારી મેડિકલ કન્ડિશન વિશે જાણકારી હતી.

તેમણે જણાવ્યું કે, તેઓ 50 દિવસ હોસ્પિટલમાં હતા. નાના પાટેકર પુણેમાં શુટીંગ કરી રહ્યા હતા, ડોકટરે તેમને બોલાવ્યા. નાના પાટેકર તાત્કાલિક ત્યાંથી હોસ્પિટલ આવી ગયા, હું બેભાન હતો અને મારા પેટમાં ઈન્ફેક્શન હતું. ડોકટરોએ પેટનો એક ટુકડો કાપીને તપાસ માટે મોકલી દીધો હતો. ત્યારબાદ તપાસ પરથી જાણવા મળ્યું કે, મને કેન્સર છે. મને ખબર નહોતી કે હું જીવિત રહીશ કે નહીં. આ વાત મેં કોઈની સાથે શેર કરી નથી. હું 50 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. ત્યારબાદ હું ફરી કામ પર જવા લાગ્યો. તેઓ એક વર્ષ સુધી મારી સારવાર કરતા રહ્યા. સદનસીબે કેન્સર ફેલાયું નથી. આ ઘટનાને 19 વર્ષ થઈ ગયા છે.

ત્યારબાદ તેમણે આપઘાતના આવતા વિચારો અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, તેમને લાગતું હતું કે, તેઓ જીવિત નહીં રહી શકે. ‘મેં એક ફિલ્મ સાઈન કરી હતી, જે નવેમ્બરમાં રિલીઝ થવાની હતી અને ઓક્ટોબરમાં મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મને લાગ્યું કે મારા બચવાના કોઈ ચાન્સ નથી. આ કારણોસર મેં નક્કી કર્યું કે, ત્રીજા માળેથી કૂદીને હું મારું જીવન ટૂંકાવી દઈશ, કારણ કે હું આ પ્રકારે જીવી નહીં શકું.’ મારા પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેથી હું બેડ પરથી ઊભો ન થઈ શક્યો. ‘મેં ભગવાનને પ્રાર્થના કરી કે, આ બધું હવે બંધ કરો. હું નાના ગામમાંથી આવું છું અને તમારી કૃપાથી ખૂબ જ સારું જીવન જીવ્યો છું. જો તમે મને બચાવવા ઈચ્છો છો તો, મને નબળો બનાવશો. ત્યારબાદ બીજા દિવસે મેં પ્રોડક્શનમાંથી કોઈ વ્યક્તિને નવેમ્બરમાં રિલીઝ થનાર ફિલ્મ સાઈનિંગની રકમ પરત આપવા માટે બોલાવ્યો.’

ફિલ્મ ડાયરેક્ટર તે સમયે સ્ટ્રગલ કરી રહ્યા હતા. તેમણે મને ફોન પર જણાવ્યું કે, ‘સર, માત્ર અને માત્ર તમે જ આ ફિલ્મ કરશો, અમે તમારી રાહ જોઈશું અને તેમણે રાહ પણ જોઈ. 50 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસેમ્બરમાં પરત આવ્યો, ત્યારે તે ફિલ્મ પૂરી કરી. જે વ્યક્તિએ મારી રાહ જોઈ તે વ્યક્તિનું નામ અનુરાગ કશ્યપ છે અને આ ફિલ્મનું નામ બ્લેક ફ્રાઈડે હતું.’
First published:

Tags: Vicky Kaushal

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन