Vicky Kaushal With Shah Rukh Khan: બોલિવૂડના પ્રશંસકોને સેલેબ્રીટીસના બાળપણના ફોટો જોવામાં બહુ જ રસ હોય છે. સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ સેલેબ્રીટીની નાનપણની તસવીર આવી જ જાય છે અને તે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઈ જાય છે. ચાહકોમાં તેમને ઓળખવા માટે સ્પર્ધા પણ શરૂ થઈ જાય છે. બીજી તરફ સરખામણી કરીએ તો બોલિવૂડમાં આવ્યા પછી સેલેબ્રીટીસનો દેખાવ અને વર્તન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આજે અમે તમારા માટે આવી જ એક ફોટો લઈને આવ્યા છીએ. આ ફોટો શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ (ashoka) અશોકાના સેટની છે.
આ તસવીરમાં (Shah Rukh Khan) કિંગખાન સાથે તેમનો એક બાળ પ્રશંસક જોવા મળી રહ્યો છે. આ બાળક હવે મોટો થઈ ગયો છે અને બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. આ તસવીર લગભગ 21 વર્ષ જૂની છે અને શાહરૂખખાનની ફિલ્મ 'અશોકા'ના સેટની છે. આમાં હીરોઇન કરીના કપૂર પણ લીડ રોલમાં જોવા મળી હતી.
આ થ્રો બેક ફોટોમાં શાહરૂખખાનની ડાબી બાજુએ જે બાળક દેખાય છે, તેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ બાળક આજે બોલિવૂડનો નંબર વન એક્ટર છે અને તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નંબર વન એક્ટ્રેસ સાથે લગ્ન પણ કર્યા છે.
આ ફોટો જોયા પછી પણ તમે અંદાજ લગાવી શકતા નથી કે આ બાળક કયો બોલિવૂડ એક્ટર છે? તો અમે તમને જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પણ બોલિવૂડ સ્ટાર (Vicky Kaushal) વિકી કૌશલ છે. આ ફોટો તેમના પિતા શામ કૌશલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શાહરૂખની જમણી બાજુ વિકીનો ભાઈ અને અભિનેતા સની કૌશલ પણ છે.
કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું
આ ફોટાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા વિકીના પિતા શામ કૌશલે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઈશ્વરની કૃપાથી આ ફોટો 2001માં ફિલ્મ અશોકાના શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. વિષ્ણુ વર્ધન આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને વિકી (Vicky Kaushal) ધોરણ 8મા ભણતો હતો. કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે, એક દિવસ વિકી ફિલ્મ લાઇનમાં જોડાશે અને 2022માં શેરશાહ અને સરદાર ઉધમ બંને માટે શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારો જીતશે. નસીબ અને ભગવાનના આશીર્વાદ. વિષ્ણુ વર્ધન અને વિકી કૌશલ. ભગવાનની કૃપા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર