Katrina Kaif and Vicky Kaushal Wedding program: સવાઈ માધોપુર. ફિલ્મ સ્ટાર્સ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન (Katrina Kaif and Vicky Kaushal Wedding) સમારોહની તૈયારીઓ હવે જોરશોરથી ચાલી રહી છે. વેડિંગ કપલ અને અન્ય મહેમાનો બરવારા ફોર્ટ હોટેલ પહોંચી ગયા છે. આજે રાત્રે એક કોન્સર્ટ હશે. ત્યાર બાદ સતત લગ્નના કાર્યક્રમો થશે. 9 ડિસેમ્બરે બપોરે વિકી કૌશલ (Vicky Kaushal) ના માથા પર સેહરા બાંધવામાં આવશે અને કેટરિના કૈફ (Katrina Kaif) દુલ્હન બનશે. લગ્ન સમારોહને લગતા લગભગ તમામ કાર્યક્રમો સામે આવી ગયા છે.
સમયપત્રક મુજબ આજે રાત્રે સંગીત સમારોહ યોજાશે. ત્યાર બાદ બુધવારે સવારે 11 કલાકે હળદરની વિધિ કરવામાં આવશે. આ પછી મહેંદી લગાવવાની વિધિ કરવામાં આવશે. આ પહેલા 8 થી 10 વચ્ચે નાસ્તો થશે. મોડી સાંજે રાત્રિભોજન પછી નાઇટ પાર્ટી હશે. ગુરુવારે સાંજે 6 કલાકે ફેરા ફરવાની વિધિ થશે. ત્યાર બાદ મોડી રાત સુધી વેડિંગ સેરેમનીની પાર્ટી ચાલશે. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સોમવારે મોડી રાત્રે લગ્ન કરનાર દંપતી કિલ્લા પર પહોંચ્યા હતા
આ પહેલા સોમવારે રાત્રે કેટરીના કૈફ અને એક્ટર વિકી કૌશલ જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. બાદમાં, પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, તેઓ સવાઈ માધોપુર જિલ્લાના ચોથ કા બરવારા શહેરમાં પહોંચ્યા. લગ્ન દંપતીનો કાફલો ત્રણ લક્ઝરી કારમાં રાત્રે 11.10 વાગ્યે ચૌથ કા બરવારા શહેરમાં સ્થિત સિક્સ સેન્સ બરવારા ફોર્ટ હોટેલ પહોંચ્યો હતો.
કેટરિના કૈફ અને વિકી કૌશલનું ભવ્ય સ્વાગત થયું
ત્યાં હોટેલ મેનેજમેન્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અદ્ભુત આતશબાજી કરવામાં આવી હતી. બંનેનું ફૂલોની માળા પહેરાવીને અને તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે બે દિવસ સુધી કેટરીના કૈફ અને વિકી કૌશલ સાથે લગ્ન સમારોહના કાર્યક્રમો યોજાશે.
નોંધનીય છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન સિક્સ સેન્સ બરવારા ફોર્ટ હોટેલમાં રાજાશાહી તે થાથ-માટ વચ્ચે થશે. આ લગ્ન સમારોહને સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ લગ્ન સમારોહને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર