વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્નમાં NO મોબાઈલ ફોન, સિક્યોરિટી ટીમ રાખશે નજર, કેમ બનાવ્યો આ નિયમ?

Katrina Kaif Vicky Kaushal Wedding News

વિકી કૌશલ અને કેટરીના કૈફ રાજસ્થાનના એક આલીશાન રિસોર્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે, જેનું દરેકે પાલન કરવું પડશે.

 • Share this:
  વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) બોલિવૂડના લવ બર્ડ્સ છે, જેમના વિશે એવી ચર્ચા છે કે, બંને આવતા મહિને એટલે કે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં લગ્ન કરીને તેમના પ્રેમને નવું નામ આપવાના છે. જો કે વિકી અને કેટરિના (Vicky Kaushal Katrina Kaif wedding) અને તેમના પરિવારજનોએ આ ખુશખબર અંગે અત્યાર સુધી મૌન સેવ્યું હતું, પરંતુ તેમના લગ્નની તારીખ, લગ્નનો ડ્રેસ, સ્થળ, મુંબઈમાં ભાડે લીધેલો આલીશાન ફ્લેટ, સોજાતની મહેંદી પછી હવે બંનેના લગ્નને લઈ એક મોટો નિયમ બનાવવામાં આવ્યો, જેનું પાલન માત્ર વરરાજાએ જ નહીં પરંતુ લગ્નમાં આવનાર તમામ મહેમાનોએ પણ કરવાનું રહેશે.

  દરેક વ્યક્તિએ નિયમનું પાલન કરવું પડશે

  વિકી કૌશલ અને કેટરીના કૈફ રાજસ્થાનના એક આલીશાન રિસોર્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ હવે છેલ્લા તબક્કામાં છે. અહેવાલ છે કે, હવે દુલ્હન એટલે કે કેટે પણ તેના કામમાંથી બ્રેક લીધો છે અને તેના ભાવિ દિયર અને સાસુ સાથે લગ્નની બાકીની તૈયારીઓ પૂર્ણ કરી રહી છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, કેટરિના અને વિકીના લગ્ન માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે, જેનું દરેકે પાલન કરવું પડશે.

  સુરક્ષા ટીમની નજર મહેમાન પર રહેશે

  રિપોર્ટ અનુસાર, જો કે બંનેના લગ્ન માટે હજુ સુધી કોઈને આમંત્રણ મળ્યું નથી, પરંતુ વિકી કૌશલ લગ્નના આમંત્રણમાં મોબાઈલ ન લાવવાની બાબતનો ઉલ્લેખ કરવાનો છે. એવો નિયમ બનાવવામાં આવશે કે, કોઈ પણ મહેમાન સ્થળ પર મોબાઈલ ફોન લઈને નહીં લાવે. ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને પણ કડક આદેશ આપવામાં આવ્યા છે. સુરક્ષા ટીમ દરેક મહેમાન પર નજર રાખશે.

  વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્નમાં NO મોબાઈલ ફોન


  કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

  એવું માનવામાં આવે છે કે, સોશિયલ મીડિયા પર લગ્નનો કોઈ ફોટો કે વીડિયો સ્થળ પરથી લીક ન થાય, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ એક ખાસ ટીમ બનાવી છે જે ગોપનીયતા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખશે.

  પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં પણ આ નિયમ હતો

  આ માટે સ્થળ પર એક જગ્યા નક્કી કરવામાં આવશે, જ્યાં મોબાઈલ ફોન જમા કરવામાં આવશે. બોલિવૂડ સેલિબ્રિટીઓ સિવાય બંને તરફથી પરિવારના તમામ સભ્યો સામેલ થશે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો માટે પણ કાર્યક્રમ સ્થળ પર મોબાઈલ ફોન ન લઈ જવાનો નિયમ લાદવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે સેલિબ્રિટીઓ તેમના લગ્નમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની વાત કરી રહ્યા હોય. આ પહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પણ આ જ નિયમ અપનાવ્યો હતો.

  આ પણ વાંચોવિરાટ-અનુષ્કાથી લઈને શાહરૂખ-ગૌરી સુધી, બોલિવૂડ સેલેબ્સે આ સ્થળોએ માણ્યું છે હનીમૂન

  કોણ-કોણ ગેસ્ટ હશે

  રિપોર્ટ્સ અનુસાર, ગેસ્ટ લિસ્ટમાં કરણ જોહર, કબીર ખાન અને તેની પત્ની મિની માથુર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, વરુણ ધવન અને નતાશા દલાલ, અલી અબ્બાસ ઝફર જેવા સેલેબ્સ સામેલ હશે.
  Published by:kiran mehta
  First published: