Home /News /entertainment /Condom બ્રાન્ડે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન પર કપલને મોકલ્યો આ ફની મેસેજ
Condom બ્રાન્ડે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન પર કપલને મોકલ્યો આ ફની મેસેજ
Condom બ્રાન્ડે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન પર કપલને મોકલ્યો આ ફની મેસેજ
લગ્નમાં મહેમાનોને મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ છે. આ ગુપ્ત લગ્નની મજાક કરતા, એક લોકપ્રિય કોન્ડોમ બ્રાન્ડે (condom brand) વિકી (Vicky Kaushal) અને કેટરિના (Katrina Kaif) માટે એક ફની મેસેજ (funny message) શેર કર્યો છે, જેને વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો.
મુંબઈઃ વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ કપલના લગ્ન ગુપ્ત હોવાના કારણે ચર્ચામાં છે. લગ્નમાં મહેમાનોને મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ છે. આ ગુપ્ત લગ્નની મજાક કરતા, એક લોકપ્રિય કોન્ડોમ બ્રાન્ડે (condom brand) વિકી અને કેટરિના માટે એક ફની મેસેજ (funny message) શેર કર્યો છે, જેને વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો.
કપલના લગ્નમાં મહેમાનો સિક્રેટ કોડ સાથે રોકાયા છે
કોન્ડોમ બ્રાન્ડે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કેટરિના-વિકીના નામે એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, 'ડિયર કેટરિના અને વિકી, જો તમે અમને આમંત્રણ નહીં આપો, તો તે મજાક જ હશે.' તમને જણાવી દઈએ કે, માત્ર થોડા મહેમાનોએ હાજરી આપી છે. તે પણ લગ્નમાં સિક્રેટ કોડની મદદથી રોકાયા છે.
કપલની ભવ્ય એન્ટ્રી થશે
મહેંદી, સંગીત અને હલ્દી સમારોહ પછી, કેટરિના કૈફ અને વિકી કૌશલ આજે પરંપરાગત હિંદુ વિધિઓમાં લગ્ન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેરા લેવાનો સમય બપોરે 3:30 નક્કી કરવામાં આવ્યો છે. વિકી લગ્નના રથમાં સવાર થઈ ભવ્ય એન્ટ્રી કરશે, જ્યારે કેટરીના કૈફ ડોલીમાં બેસીને સમારોહમાં પહોંચશે.
લોકપ્રિય કોન્ડોમ બ્રાન્ડે વિકી અને કેટરિના માટે એક ફની મેસેજ શેર કર્યો
લગ્ન બાદ કપલ ફિલ્મોમાં વ્યસ્ત રહેશે
આ દંપતીએ તેમના શાહી લગ્નમાં માત્ર 120 મહેમાનોને આમંત્રિત કર્યા છે, જેમાં નેહા ધૂપિયા, અંગદ બેદી, કબીર ખાન અને મીની માથુર જેવી બોલિવૂડ હસ્તીઓનો સમાવેશ થાય છે. લગ્ન સ્થળ પર આગમન પર, મહેમાનોને લગ્ન અંગે ગુપ્તતા જાળવવા વિનંતી કરતી એક નોંધ સાથે ખાસ હેમ્પર આપવામાં આવ્યા હતા. નોટમાં લખ્યું હતું, 'અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા મોબાઈલ ફોનને તમારા સંબંધિત રૂમમાં છોડી દો અને કોઈપણ સમારંભ અને કાર્યક્રમ માટે તસવીરો પોસ્ટ કરવાથી અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી બચો.' વિકી અને કેટરીનાએ પણ તેમના મહેમાનોને ગુપ્ત કોડ આપ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ વિકી અને કેટરીના લક્ઝરી રિસોર્ટમાં રોકાશે. ETimesના એક સૂત્રના હવાલે જણાવ્યું હતું કે, દંપતી ફોર્ટ બરવારામાં તેમના હનીમૂનનો આનંદ માણશે અને 12 ડિસેમ્બર સુધી ત્યાં જ રહેશે, ત્યારબાદ વિકી અને કેટરિના પોતપોતાની ફિલ્મોના શૂટિંગ પર પાછા ફરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર