Home /News /entertainment /

વિકી કૌશલે ચાલાકીથી કેટનો બેબી બમ્પ છુપાવ્યો! પ્રાઈવેટ ફોટો થયો વાઈરલ

વિકી કૌશલે ચાલાકીથી કેટનો બેબી બમ્પ છુપાવ્યો! પ્રાઈવેટ ફોટો થયો વાઈરલ

લગ્નના 7 મહિના પછી કેટરિના કૈફ માતા બનશે!

કેટરિના કૈફ અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસની ઘણી તસવીર વાઈરલ થઈ છે. આ ફોટોઝને જોતા એવું લાગી રહ્યું છે કે તે કંઈ છુપાવી રહી છે.

    કેટરિના કૈફ અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસની ઘણી તસવીર વાઈરલ થઈ છે. આ ફોટોઝને જોતા એવું લાગી રહ્યું છે કે તે કંઈ છુપાવી રહી છે. હવે કેટરિના કૈફનો સાથે આપી રહ્યો છે તેનો પતિ વિકી કૌશલ (Vicky Kaushal). તાજેતરમાં એક્ટરે પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પત્ની કેટરિનાની સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં તે કેટરિનાનો બેબી બમ્પ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.




    વિકીએ છુપાવ્યો બેબી બમ્પ?

    બોલિવૂડ એક્ટર વિકી કૌશલે તાજેતરમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે કેટરિના કૈફની સાથે જોવા મળી રહ્યો છે, પરંતુ આ તસવીરમાં વિકી કૌશલના અંદાજે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વિકીના ફોટો ક્લિક કરવાના અંદાજથી લાગી રહ્યું છે કે તે કેટરિના કૈફનો બેબી બમ્પ છુપાવી રહ્યો છે. આ ફોટો સામે આવતા જ લોકો એકવાર ફરીથી કેટરિનાનાં બેબી બમ્પની વાત કરવા લાગ્યા છે. ફોટોમાં કેટરિના મેકઅપ વગર છે અને વ્હાઈટ કલરનો લોન્ગ ડ્રેસ પહેર્યો છે.

    માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે

    કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. આ વેકેશનમાં આ બંનેની સાથે વિકીનો ભાઈ અને એક્ટર સની કૌશલ અને કેટલાક નજીકના મિત્રો પણ છે. આ દરમિયાન માલદીવમાંથી કેટરિનાનાં બર્થ ડે સેલિબ્રેશનની ઘણી તસવીર સામે આવી છે.








    View this post on Instagram






    A post shared by Katrina Kaif (@katrinakaif)






    કેટરિનાની આવનારી ફિલ્મો

    કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ 'ફોન ભૂત' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 4 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે સિવાય કેટરિના કૈફ ફિલ્મ 'ટાઈગર 3'માં સલમાન ખાનની સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં રિલીઝ થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Baby bump, Katrina kaif, Vicky Kaushal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन