Home /News /entertainment /ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન, દૂરદર્શનની સિરિયલ 'નુક્કડ'થી થયા હતાં ફેમસ

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન, દૂરદર્શનની સિરિયલ 'નુક્કડ'થી થયા હતાં ફેમસ

સમીર ખાખરના નિધનથી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

ગુજરાતી રંગભૂમિ, ફિલ્મ જગત અને ટીવી જગતના જાણીતા એક્ટર સમીર ખખ્ખર હવે આ દુનિયામાં નથી રહ્યાં. ફેમસ શો 'નુક્કડ'માં ખોપડીના કિરદારથી તેઓ દર્શકોના દિલમાં વસી ગયા હતાં. સતીશ કૌશિક બાદ ઇન્ડસ્ટ્રીના વધુ એક શાનદાર એક્ટરના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે.

વધુ જુઓ ...
Sameer Khakhar Demise: દૂરદર્શનના ફેમસ શો 'નુક્કડ'માં ખોપડીનું પાત્ર ભજવીને ફેમસ થયેલા એક્ટર સમીર ખખ્ખરનું નિધન થયું છે. સતીશ કૌશિકના અવસાનના દુખમાંથી ઈન્ડસ્ટ્રી હજુ ઉભરી નથી શકી કે આ ફેમસ એક્ટર સમીર ખખ્ખરના નિધનથી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સમીર ખખ્ખરના પુત્ર ગણેશ ખખ્ખરે જણાવ્યું કે તેમની સાથે શું થયું હતું.

71 વર્ષીય સમીર ખખ્ખરના પુત્ર ગણેશ ખખ્ખરે જણાવ્યું કે, મંગળવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ તેઓ સૂઈ ગયા અને પછી બેહોશ થવા લાગ્યા. તેણે કહ્યું કે આ પછી તેણે ડોક્ટરને ફોન કર્યો અને તેને આઈસીયુમાં એડમિટ કરવા કહ્યું. આ પછી તેને પેશાબ કરવામાં તકલીફ થવા લાગી.

આ પણ વાંચો:   પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

પુત્રએ કહ્યું, 'તેનો છેલ્લો સમય બેભાન અવસ્થામાં પસાર થયો. પેશાબની તકલીફ બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ હૃદયે સપોર્ટ આપવાનું બંધ કરી દીધું હતું. ધીમે ધીમે મલ્ટિપલ ઓર્ગન ફેલ થયા બાદ સવારે 4.30 વાગ્યે તેમનું અવસાન થયું.

જણાવી દઈએ કે 90ના દાયકામાં સમીર ફિલ્મોમાં જાણીતો ચહેરો હતાં અને તે 'પુષ્પક', 'શહેનશાહ', 'રખવાલા', 'દિલવાલે', 'રાજા બાબુ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા હતાં.

અમેરિકા ગયા પછી એક્ટિંગ છોડી દીધી હતી


કહેવાય છે કે સમીર અમેરિકા ગયાં અને તેમણે એક્ટિંગ છોડીને જાવા કોડર તરીકે નોકરી મેળવી. એવું પણ જાણવા મળે છે કે વર્ષ 2008માં તેમની નોકરી પણ છૂટી ગઇ હતી. ત્યાં તેમને એક્ટર તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેમના 'નુક્કડ'ના પાત્ર પર આધારિત હતી.

આ પણ વાંચો:  દિશા પટની અને મૌની રોયે બીચ આઉટફિટમાં વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, હોટ લુક જોઇને થઇ જશો પાણી-પાણી

મિત્રો પાસેથી કામ માંગવા લાગ્યા હતાં


તેણે પોતાના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે અમેરિકાથી પરત આવ્યા બાદ તે તેના મિત્રોને કામ માટે પૂછતા હતા. તેણે કહ્યું હતું કે જો કોઈ પણ એક્ટર ચારે બાજુથી કામ માંગતો રહે તો તે સારો એક્ટર બની શકતો નથી. એક રિપોર્ટ મુજબ, તેણે કહ્યું હતું કે - હું મારી જાતને કામ માટે વેચી શકતો નથી અને મને એ પણ ખબર નથી કે બજાર કેવી રીતે કામ કરે છે. તેણે કહ્યું હતું કે હું એટલું જાણું છું કે જેઓ મને ઓળખે છે અને તેમની પાસે મારા લાયક કોઈ કામ હોય તો તેઓ જાતે જ મારી પાસે આવશે.


શાહરૂખ ખાનની 'સર્કસ'માં પણ કામ કર્યું


સમીરે પોતાના કરિયરની શરૂઆત 'નુક્કડ'થી કરી અને પછી તેને 'સર્કસ'માં ચિંતામણિનો રોલ પણ મળ્યો. આ બધા સિવાય 'શ્રીમાન શ્રીમતી'માં સમીરને ફિલ્મ ડાયરેક્ટર ટોટોનો રોલ પણ ગમ્યો હતો. 'સંજીવની'માં પણ માથુરના રોલમાં ગુડ્ડુને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Deaths, Latest TV News, Tv Actor, Tv news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો