250થી વધુ ફિલ્મો કરનારા ગુજરાતી રંગભૂમિનાં જાણીતા એક્ટર અરવિંદ રાઠોડનું નિધન
250થી વધુ ફિલ્મો કરનારા ગુજરાતી રંગભૂમિનાં જાણીતા એક્ટર અરવિંદ રાઠોડનું નિધન
અરવિંદ રાઠોડનું નિધન
અરવિંદ રાઠોડના પિતા દરજીકામ કરતાં હતા, અને તેમણે બાળપણથી જ નક્કી કરી લીધુ હતું કે, તેઓ તેમનાં પિતાનો વ્યવસાય નહીં કરે. તેમજ સ્કૂલ તથા કોલેજમાં તેઓ નાટકો કરતાં અને તેઓ તેમાં એવોર્ડ અને ઇનામ પણ મેળવતા હતાં.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતી સિનેમાના દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા તેને કારણે તેઓ એકલા જ જીવન વિતાવતા હતાં. અને મીડિયા તેમજ ઇન્ડસ્ટ્રીનાં અન્ય લોકોનાં સંપર્કમાં ન હતાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ વિલનનાં રોલ અદા કરતાં અને તેમનાં કામથી તેઓ સ્ક્રીન પર છવાઇ જતા હતાં. કઇ એક્ટરને ટક્કર આપે તેવો તેમનો દબદબો હતો.
આ વાત ઘણાં ઓછા લોકો જાણે છે કે, અરવિંદ રાઠોડ વર્ષ 1967-68માં વિનોદ જાનીના નાટક 'પ્રીત પિયુ ને પાનેતર'માં કામ કરવાને કારણે મુંબઈ આવ્યા હતા. અહીં ફોટો-જર્નલિસ્ટ તરીકે કામ કરતા હતાં. તેઓએ રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ 'મેરા નામ જોકર'માં નાનકડો રોલ અદા કર્યો છે. આ રીતે અરવિંદ રાઠોડ બિગ સ્ક્રીન સાથે જોડાઈ ગયા હતા. રવિંદ રાઠોડ ફોટો-જર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. તેમણે ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે બોલિવૂડ-ગુજરાતી એક્ટ્રેસ અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક 'મોટા ઘરની વહુ'માં કામ કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું.
પિતા કરતા હતા દરજીકામ
પરિવારની વાત કરીએ તો, અરવિંદ રાઠોડના પિતા દરજીકામ કરતાં હતા, અને તેમણે બાળપણથી જ નક્કી કરી લીધુ હતું કે, તેઓ તેમનાં પિતાનો વ્યવસાય નહીં કરે. તેમજ સ્કૂલ તથા કોલેજમાં તેઓ નાટકો કરતાં અને તેઓ તેમાં એવોર્ડ અને ઇનામ પણ મેળવતા હતાં.
250થી વધુ ફિલ્મોમાં કર્યુ છે કામ
70ના દાયકામાં અરવિંદ રાઠોડે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ તેમણે 'ભાદર તારા વહેતા પાણી', 'સોન કંસારી', 'સલામ મેમસાબ',, 'મા તેરે આંગન નગારા બાજે', 'અગ્નિપથ', 'ખુદા ગવાહ', 'ગંગા સતી', 'મણિયારો', 'જાગ્યા ત્યારથી સવાર', 'મા ખોડલ તારો ખમકારો''અબ તો આજા સાજન મેરે' સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર