બંગાળી એક્ટર ઇન્દ્રજીત દેબ અને મલયાલમ સિંગર સોમદાસ, બંનેનું કાર્ડિયક અરેસ્ટથી નિધન

ઇન્દ્રજીત દેબ અને સોમદાસનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

બંનેનાં નિધનથી બાંગ્લા અને મલયાલમ ઇન્ડસ્ટ્રીનાં ફેન્સ દુખી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 73 વર્ષિય બંગાળી (Bengali Cinema) એક્ટર ઇંદ્રજીત દેબનું (Indrajit Deb) શનિવારે તેમનાં ઘરે નિધન થઇ ગયુ હતું અને 42 વર્ષિય મલયાલમ સિંગર સોમદાસનું (Somadas) રવિવારે હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને (Cardiac Arrest) કારણે નિધન થઇ ગયુ છે .બંનેનાં નિધનથી બાંગ્લા અને મલયાલમ ઇન્ડસ્ટ્રીનાં ફેન્સ દુખી છે.

  ઇન્દ્રજીત પણ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. આ સિવાય તે કેટલાક ગંભીર રોગો સામે પણ ઝઝૂમી રહ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર શનિવારે કોલકાતાના ગોલ પાર્કના નિવાસસ્થાન પર તેમનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે, અભિનેતાની પત્નીનું પણ ગયા વર્ષે નિધન થયું હતું, ત્યારબાદ ઇન્દ્રજિત એકલા રહેતા હતા. ઇન્દ્રજિત અને તેની પત્નીને કોઈ સંતાન નહોતું. કામ વિશે વાત કરતાં ઇન્દ્રજિત દેબે તેની કારકીર્દિની શરૂઆત બંગાળી ટીવી સીરિયલ ‘તેરો પરબન’ થી કરી હતી

  બિગ બોસ મલયાલમમાં ભાગ લઇ ચુકેલા સોમદાસ કોલ્લમ મેડિકલ કોલેજમાં કોરોનાનો ઇલાજ કરાવી રહ્યાં હતાં. આ દરમિયાન રવિવારે સવારે હાર્ટ એટેકથી તેમનું નિધન થઇ ગયુ છે. સોમદાસને ઓળખ સ્ટાર સિંગર રિયાલિટી શોથી મળી હતી. 2008માં આવેલાં આ શોમાં ભલે તે વિજેતા ન થયા હોય પણ તેને પ્રસિદ્ધિ ઘણી મળી હતી. હાલમાં જ સોમદાસ બિગ બોસ મલયાલમનાં બીજા સિઝનમાં પહોચ્યો હતો. પણ BP અને કોલેસ્ટ્રોલની સમસ્યાને કારણે તેઓને શો છોડવાની સલાહ આપવામાં આવી હતી.
  Published by:Margi Pandya
  First published: