સાઉથ એક્ટ્રેસ SRIPADHAનું કોરોનાથી નિધન, ધરમેન્દ્ર અને ગોવિંદા સાથે કર્યુ છે કામ

સાઉથ હિરોઇન શ્રીપદાનું કોરોનાથી નિધન

ભોજપુરી ફિલ્મોનાં સુપરસ્ટાર રવિ કિશને પણ શ્રીપદાનાં નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. શ્રીપદાએ વર્ષ 2015માં ભોજપુરી ફિલ્મ 'હમ તો હો ગયે નિ તોહાર'માં કામ કર્યું હતું.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (Corona Virus)નું સંક્રમણ દેશમાં સતત વધી રહ્યું છે. બોલિવૂડથી લઇ ટીવી સેલિબ્રિટીઝ પણ તેની ઝપેટમાં આવી રહ્યાં છે. જ્યાં કેટલાંક લોકો આ વાયરસથી સાજા થઇ રહ્યાં છે ત્યાં કેટલાંક છે જેઓ કોરોના સામેની જંગ હારી રહ્યાં છે. ગત દિવસોમાં બોલિવૂડથી એક બાદ એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હાલમાં પણ બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ શ્રીપદા (Shripadha)નું નિધન થઇ ગયું છે. શ્રીપદાનું કોરોનાથી 5 મેનાં રોજ નિધન (Sripadha Passed Away) થઇ ગયુ છએ.

  બુધવારે CINTAAનાં જનરલ સેક્રેટરી અમિત બહલે શ્રીપદાનાં નિધનની પુષ્ટિ કરી હતી. અમિતે કહ્યું કે, 'શ્રીપદા પણ કોરોના મહામારીનો ભોગ બની ગઇ છએ. તેમણે સાઉથ અને હિન્દી ફિલ્મોમાં ઘણાં મહત્વનાં રોલ અદા કર્યાં છે. આ ખુબજ દુખની વાત છે કે, આપણે આટલી શ્રેષ્ઠ એક્ટ્રેસ ગુમાવી દીધી. 'અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તેમની આત્માને શાંતિ મળે. કોરોના મહામારીની બીજી લહર ખુબજ ઘાતક છે. આને ઘણાંનાં જીવ લીધા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ ધણાં લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે.'  ભોજપુરી ફિલ્મોનાં સુપરસ્ટાર રવિ કિશને પણ શ્રીપદાનાં નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. શ્રીપદાએ વર્ષ 2015માં ભોજપુરી ફિલ્મ 'હમ તો હો ગયે નિ તોહાર'માં કામ કર્યું હતું. રવિ કિશને લખ્યું છે કે, 'તે ખુબજ સુંદર એક્ટ્રેસ હતી. તેમનો વ્યવહાર પણ સારો હતો. તે વાત પણ સારી રીતે કરતી હતી. ભગવાન તેમનાં પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે.'  આ ઉપરાંત તેમણે ધરમેન્દ્ર. ગોવિંદા, ગુલશન ગ્રોવર અને વિનોદ ખન્ના સાથે પણ કામ કરેલું છે તેમણે 1093માં ટીવી શોમાં ગેસ્ટ અપિયરન્સ પણ ખર્યું હતું. શ્રીપદાનું કામ મોટા પડદે ઘણું વખાણાયું હતું. દર્શકો તેમની ભૂમિકાઓ પસંદ કરતા હતાં.
  Published by:Margi Pandya
  First published: