ન્યૂઝ18 ગુજરાતી: અજય દેવગણનાં પિતા વીરુ દેવગણનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયુ છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી બીમારીથી પીડાતા હતાં. અને દિવસે દિવસે તેમની તબિયત ખરાબ થઇ જઇ રહી હતી. જોકે પરિવારનાં સભ્યોને આશા હતી કે વીરુ દેવગણ સાજા થઇ જશે. જોકે તેમની સ્થિતિમાં બદલાવ આવ્યો ન હતો. અને તેમનું આજે મુંબઇ નિધન થયુ છે. આજે સાંજે 6 વાગ્યે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. મુંબઇનાં વિલેપાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનગૃહમાં તેમની અંતિમ વિધી યોજવામાં આવશે.
ફાઇટ માસ્ટર વીરુ દેવગણ
ફાઇટ માસ્ટર અને એક્શન કોરિયોગ્રાફર વીરુદેવગણનો જન્મ અમ્રૃતસરમાં થયો હતો. તેઓએ 80નાં દાયકાની ઘણી બધી ફિલ્મોમાં એક્શન સિન્સ કોરિયોગ્રાફ કર્યા છે. 80નાં દાયકાની લાલ બાદશાહ, ફૂલ ઔર કાંટે, મિસ્ટર. ઇન્ડિયા અને હિંમતવાલા જેવી ફિલ્મમાં તેમનાં ફાઇટ સિન પ્રખ્યાત છે. તેમણે હિન્દુસ્તાન કી કસમ (1999)નું નિર્દેશન પણ કર્યુ હતું.
Veeru Devgan passed away this morning [27 May 2019]... Father of Ajay Devgn... Veeru ji was an accomplished action director... Also directed #HindustanKiKasam, starring son Ajay with Amitabh Bachchan... Funeral will be held today at 6 pm... Heartfelt condolences to Devgn family.
હિરો બનવા નીકળ્યા પહોંચ્યા જેલ
અજય દેવગણના પિતાને સિનેમા માટે ઘણો જ લગાવ હતો. હિરો બનાવવાની ઈચ્છાથી તેઓ પોતાના બે મિત્રો સાથે મુંબઈ આવ્યા હતાં. તેમને ખ્યાલ જ નહોતો કે ટ્રેનમાં બેસવા માટે ટીકિટ લેવી પડે છે. વિરાર આવતા જ ટીટીએ ત્રણેયને ટિકિટ વગર પકડી લીધા હતાં. વિરાર, થાને પોલીસની અન્ડરમાં આવે છે. તેથી વીરૂ દેવગણને દાદર ટ્રેનમાં બેસાડીને થાને લઈ જવામાં આવ્યા હતાં. મેજીસ્ટ્રેટ સામે રજૂ કરીને તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, તેમની પાસે પૈસા નહોતા અને તેથી જ તેમને જેલ થઈ હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર