Home /News /entertainment /

Box Office Collection: 'વીરે દી વેડિંગ' છવાઇ, બની ગઇ વર્ષની ત્રીજી સૌથી હિટ ફિલ્મ

Box Office Collection: 'વીરે દી વેડિંગ' છવાઇ, બની ગઇ વર્ષની ત્રીજી સૌથી હિટ ફિલ્મ

બોક્સ ઓફિસનાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વિરે દી વેડિંગને નોર્થ બેલ્ટમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે

બોક્સ ઓફિસનાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વિરે દી વેડિંગને નોર્થ બેલ્ટમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે

    મુંબઇ: 'વીરે દી વેડિંગ'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરીને વર્ષની ટોપ- 5 વિકેન્ડ ઓપનર્સની લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે. ફિલ્મે રિલીઝના ફર્સ્ટ વિકેન્ડમાં જ 36 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી દીધી છે. આ સાથે જ કરિના, સોનમ, સ્વરા અને શિખાની 'વીરે દી વેડિંગ' વર્ષ 2018ની પાંચમી ટોપ વિકેન્ડ ઓપનર ફિલ્મ બની ગઇ છે.

    કરિના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા સ્ટારર ફિલ્મે આલિયા ભટ્ટની આ વર્ષની શાનદાર ફિલ્મ 'રાઝી'નો રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલા આલિયાની ફિલ્મ 'રાઝી' એ પહેલા વિકેન્ડ પર 30.83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે હવે 'વીરે દી વેડિંગ' વિકેન્ડ પર 36.52 કરોડની કમાણી કરનાર 'રાઝી'ને ટોપ 5ની વિકેન્ડ ઓપરની લિસ્ટમાંથી હટાવીને પોતાનું સ્થાન બનાવી દીધું છે.



    બોક્સ ઓફિસનાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વિરે દી વેડિંગને નોર્થ બેલ્ટમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તરણે લખ્યુ છે કે, 'વીરે દી વેડિંગ'નું વિકેન્ડ પર મોટું સરપ્રાઇઝ, શાનદાર કમાણી, નોર્થ સર્કિટમાં ફિલ્મ છવાઇ ગઇ છે. શુક્રવારે ફિલ્મે 10.70 કરોડ રૂપિયા, શનિવારે 12.25 કરોડ અને રવિવારના 13.57 કરોડની કમાણી કરીને અત્યાર સુધી ફિલ્મનું કુલ કમાણી 36.52 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, Kareena kapoor khan, Sonam kapoor, Swara bhaskar, Veere Di Wedding

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन