Home /News /entertainment /અજય દેવગન કરતાં પણ આ વ્યક્તિની નજીક છે કાજોલ? અભિનેત્રીએ બર્થડે શુભેચ્છા પાઠવી પ્રેમ વ્યક્ત કર્યો

અજય દેવગન કરતાં પણ આ વ્યક્તિની નજીક છે કાજોલ? અભિનેત્રીએ બર્થડે શુભેચ્છા પાઠવી પ્રેમ વ્યક્ત કર્યો

કાજોલે સાસુ વીણા દેવગનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

કાજોલે (Kajol) તેની સાસુ વીણા દેવગનને બર્થ ડે Veena Devgn birthday શુભેચ્છા પાઠવી, અજય દેવગન (Ajay Devgn) ને એક ભાઈ અને બે બહેનો છે, જુઓ કાજોલે શું લખ્યું

    કાજોલ (Kajol) ની તમામ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે, તે તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે. હવે કાજોલે તેની સાસુ અને ફિલ્મ પ્રોડ્યુસર વીણા દેવગન (Veena Devgn birthday) માટે તેના જન્મદિવસ પર એક સુંદર નોંધ લખી છે. શનિવારે, 19 ફેબ્રુઆરીના રોજ, કાજોલે તેની પ્રિય સાસુ સાથેની હસતી તસવીરો Instagram પર શેર કરી. ફોટામાં, અભિનેત્રી ગોલ્ડન બોર્ડરવાળી ઓફ-વ્હાઈટ સાડીમાં જોઈ શકાય છે, જ્યારે વીણાએ પીળો સૂટ-સલવાર પહેર્યો છે. ફોટામાં બંને ખુશખુશાલ થઈ કેમેરા સામે જોઈ રહ્યાં છે.

    કાજોલે ફોટો સાથે એક હૃદય સ્પર્શી નોંધ લખી છે. તેણીએ લખ્યું, 'જ્યારે તમે કોઈ પુરુષ સાથે લગ્ન કરો છો, ત્યારે તેની સાથે માત્ર સાત ફેરા નથી લેતા. તેમાં તેનો આખો પરિવાર પણ આમાં સામેલ છે.’ કાજોલે નોટમાં લખ્યું છે, ‘હું એવી વ્યક્તિ મેળવીને ખુશ છું જે હંમેશા મારા માટે હાજર રહે છે. એવા કેટલાએ દિવસો આવે છે જ્યારે મને લાગે છે કે હું મારા પતિ કરતાં તેમની વધુ નજીક છું. આ અદ્ભુત મહિલાને જન્મદિવસની શુભેચ્છા. વીણા દેવગન.

    નેટીઝન્સ સાસુ-વહુના વખાણ કરી રહ્યા છે

    કાજોલે લગભગ થોડા કલાક પહેલા આ પોસ્ટ શેર કરી છે, જેના પર 1 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે. પોસ્ટના કોમેન્ટ સેક્શન પર કોમેન્ટ કરીને ચાહકો સાસુ-વહુના વખાણ કરી રહ્યા છે અને અજય દેવગનની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

    કાજોલની સાસુ વીણા દેવગણે ઘણી ફિલ્મો બનાવી છે. (ઇન્સ્ટાગ્રામ/કાજોલ)


    વીણા દેવગણે ફિલ્મો બનાવી છે

    અજય દેવગનની માતા વીણા પ્રખ્યાત એક્શન કોરિયોગ્રાફર વીરુ દેવગનની પત્ની છે. તે ચાર બાળકોની માતા છે. અજય ઉપરાંત, વીણા ફિલ્મ નિર્દેશક અનિલ દેવગન અને પુત્રીઓ નીલમ અને કવિતા દેવગનની માતા છે. તે ન્યાસા અને યુગ દેવગનની દાદી છે. તેણે ફિલ્મ 'દિલ ક્યા કરે'થી નિર્માતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેમણે ઘણી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું.

    આ પણ વાંચોપિતા પ્રકાશ પાદુકોણની બાયોપિક પર કામ કરી છે Deepika Padukone, પિતા માટે કહી મોટી વાત

    કાજોલ છેલ્લે ફિલ્મ 'ત્રિભંગ'માં જોવા મળી હતી

    કામની વાત કરીએ તો, કાજોલ છેલ્લે ફિલ્મ 'ત્રિભંગ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલે અનુરાધા આપ્ટેની ભૂમિકા ભજવી હતી. મિથિલા પાલકર, માનવ ગોહિલ, કુણાલ રોય કપૂર જેવા કલાકારોએ પણ આમાં ખાસ ભૂમિકા ભજવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Kajol

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन