Home /News /entertainment /વરુણ ધવન જેનાથી પીડાય રહ્યો છે તે બીમારી વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન કેમ દુર્લભ છે? કેવી રીતે બગાડી નાખે છે શરીરનું સંતુલન?

વરુણ ધવન જેનાથી પીડાય રહ્યો છે તે બીમારી વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન કેમ દુર્લભ છે? કેવી રીતે બગાડી નાખે છે શરીરનું સંતુલન?

વરુણ ધવનની બીમારી- વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન

Varun Dhawan Vestibular Hypofunction: બૉલીવુડ અભિનેતા વરુણ ધવને પોતાને વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની બીમારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે પોતે આ બીમારી સામે સામે લડવા વિશે ખુલાસો કર્યો હતો. જાણો શું છે આ બીમારી?

    Varun Dhawan Vestibular Hypofunction: અભિનેતા વરુણ ધવન હાલમાં તેની આગામી ફિલ્મ ભેડિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. દિલવાલે પછી તે કૃતિ સેનન સાથે ફરી જોડાયો છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તેને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

    વરુણે પોતાની ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી. આ દરમિયાન એક ઇવેન્ટમાં તેણે વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન સામે લડવા વિશે ખુલાસો કર્યો. આ ડિસઓર્ડર વ્યક્તિના સંતુલનને અસર કરે છે. તેણે મહામરી પછી કામના સખત દબાણ વિશે પણ વાત કરી. વરુણે કહ્યું કે, તેને ડિસઓર્ડર હોવાનું નિદાન થયા પછી તેને બ્રેક લેવાની ફરજ પડી હતી.

    ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2022 દરમિયાન વરુણ તેના વિશે વાત કરતો જોવા મળ્યો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે, તાજેતરમાં જ તેને વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન હોવાનું નિદાન થયા પછી તેણે કામ કરવાનું બંધ કર્યું. અભિનેતાએ એ પણ શેર કર્યું કે, તેને સખત દબાણ કર્યું.

    કોવિડ -19 પછી સ્થિતિ કેવી રીતે બદલાઈ છે તે વિશે વાત કરતી વખતે વરુણે શેર કર્યું કે, જે ઘડીએ અમે દરવાજા ખોલ્યા, શું તમને નથી લાગતું કે અમે એ જ ઉંદરોની રેસમાં પાછા ફર્યા? અહીં કેટલા લોકો કહી શકે છે કે તેઓ બદલાઈ ગયા છે? હું લોકોને વધુ સખત કરતા જોઉં છું. મેં મારી ફિલ્મ જુગજુગ જીયોમાં ખૂબ જ મેહનત કરવાની સાથે સાથે પોતાના પર સખત દબાણ કરવાનું શરૂ કર્યું હતું, હું ચૂંટણી લડી રહ્યો હોવ એવું લાગ્યું હતું. મને ખબર નથી કેમ મેં મારી જાત પર ખૂબ દબાણ કર્યું છે.

    તેણે વધુમાં ઉમેર્યું, મેં હમણાં કામ બંધ કર્યું છે. મને ખબર નહોતી કે મારી સાથે શું થયું છે. તેને વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન કહેવાય છે. જેમાં મૂળભૂત રીતે તમારું સંતુલન બગડે છે. મેં મારી જાતને ખૂબ જ સખત દબાણ કર્યું. આપણે માત્ર આ રેસમાં દોડવું એટલું જ જાણીએ છીએ, કોઈ પૂછતું નથી કે શા માટે? મને લાગે છે કે આપણે બધા અહીં છીએ તેનો એક મોટો હેતુ (શા માટે) છે. હું મારું શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું, અને આશા છે કે તમે લોકો પણ તમારો હેતુ શોધી લેશો.

    આ પણ વાંચો: આ દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે વરુણ ધવન, વધુ પ્રેશર લેવાના કારણે થયા આવા હાલ

    વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન શું છે?

    સંતુલન પ્રણાલીનો આંતરિક કાનનો ભાગ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યો ન હોય ત્યારે વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન થાય છેવે. સ્ટિબ્યુલર સિસ્ટમ અંદરના કાનમાં હોય છે અને સંતુલન જાળવવા માટે આંખો અને સ્નાયુઓ સાથે કામ કરે છે. તે યોગ્ય રીતે કામ કરતું ન હોય ત્યારે તે મગજમાં એરરના સંદેશા મોકલે છે અને વ્યક્તિને ચક્કર આવવાની અનુભૂતિ થઈ શકે છે.



    અહીં ઉલ્લેખનીય છે કે, વરુણની ભેડિયા ફિલ્મ 25મી નવેમ્બરે રિલીઝ થવાની છે. તેમાં અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલ પણ છે. આ સિવાય જાન્હવી કપૂર સાથે બંનેએ તાજેતરમાં જ નિતેશ તિવારીની દિગ્દર્શિત ફિલ્મ પૂરી કરી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bollywood Actors, Bollywood News in Gujarati, Varun dhawan

    विज्ञापन
    विज्ञापन