Home /News /entertainment /Natasha-Varun Wedding: ટાઇટ સિક્યોરિટીની વચ્ચે વરુણ-નતાશાનાં લગ્ન, વેડિંગ વેન્યૂ પર નજર રાખશે CCTV કેમેરા
Natasha-Varun Wedding: ટાઇટ સિક્યોરિટીની વચ્ચે વરુણ-નતાશાનાં લગ્ન, વેડિંગ વેન્યૂ પર નજર રાખશે CCTV કેમેરા
વરૂણ ધવન અને નતાશા દલાલ
Varun Dhawan Wedding: કેમેરા અને લોકોની ઉપસ્થિતિને જોતા ધવન અને દલાલ પરિવાર મળીને ખાસ ઇન્તઝામ કર્યું છે. વરૂણ-નતાશાનાં લગ્ન (Varun Dhawan Natasha Dalal Wedding)ની તસવીરો લિક ન થાય અને કપલની પ્રાઇવસી રહે, આ માટે વેડિંગ વેન્યૂનાં ચારેય બાજુ ટાઇટ સિક્યોરિટીનો ઇન્તેઝામ કરવામાં આવ્યું છે.
Varun Dhawan Wedding: બોલિવૂડમાં વર્ષની શરૂઆત આ મોટા લગ્નની સાથે થવા જઇ રહી છે. ઇન્ડસ્ટ્રીનાં સૌથી ફેમસ કપલ્સમાં વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal) 24 જાન્યુઆરીનાં લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. બંનેનાં લગ્નની ખબર લાંબા સમયથી ચર્ચામાં છે. પહેલાં બંને વર્ષ 2020માં લગ્ન કરવાનાં હતાં. પણ કોરોના વાયરસને અને લોકડાઉનને કારણે આ લગ્ન 2021નાં મુલતવી રાખવામાં આવ્યાં છે. હવે જ્યારે ફાઇનલી આ કપલ લગ્ન કરવાં જઇ રહ્યું છે તો સૌ કોઇની નજર તેમનાં લગ્ન પર ટકેલી છે. પણ ડેવિડ ધવને આ લગ્ન માટે ખાસ ઇન્તઝામ કર્યું છે.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા ડેવિડ ધવનને આ લગ્નનાં કેટલાંક ખાસ પ્રબંધ કરવામાં આવ્યું છે. આ ઇન્તઝામ એટલે કરવામાં આવ્યું છે જેથી કપલની પ્રાઇવસીમાં કોઇ પ્રકારની દખલ ન હોય. મોટા પ્રમાણમાં કેમેરા અને લોકોની હાજરીને જોતા ધવનઅને દલાલ પરિવારને મળીને આ ખાસ ઇન્તઝામ કર્યું છે. વરૂણ- નતાશાનાં લગ્નની તસવીરો લીક ન થાય અને કપલની પ્રાઇવેસી બરકાર રહે. આ માટે વેડિંગ વેન્યૂની ચારેય તરફ ટાઇટ સિક્યોરિટીનો ઇન્તઝામ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, CCTV કેમેરા દ્વારા દરેક તરફ નજર રાખવામાં આવી રહી છે. મેહમાનોની સારસંભાળનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, શનિવારે એટલે કે 22 જાન્યુઆરીનાં જ તે રવાના થઇ ગઇ હતી. અને વરુણ ધવન આજે અલીબાગ પહોચ્યો છે. આજનાં દિવસે સંગીત સેરેમની છે. નતાશા અને વરૂણનાં લગ્નમાં ગણતરીનાં મેહમાન જ આવવાનાં છે. જેમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક દિગ્ગજ પરિવાર પણ શામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર