એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં સૌથી ચર્ચિત લવ બર્ડ્સમાંથી એક વરૂમ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal) ફાઇનલી લગ્ન કરવાં જઇ રહ્યાં છે. 24 જાન્યુઆરીનાં બંને અલીબાગની એક હોટલમાં લગ્ન કરવાનાં છે. બંનેનાં લગ્ન આ પહેલાં થઇ જાત પણ કોરોનાને કારણે આ લગ્ન મુલતવી રાખવામાં આવ્યાં હતાં. હવે આ બંને આવતી કાલે એટલે કે 24 જાન્યુઆરીનાં લગ્ન કરવાનાં છે. નતાશા અને વરૂણનાં લગ્ન (Varun Dhawan Natasha Dalal Wedding)માં સૌથી વધુ ચર્ચા છે કે તેમની મેહમાનની લિસ્ટમાં કોણ કોણ છે. કોરોના (Coronavirus)ને કારણે ડેવિડ ધવને મેહમાનોની લિસ્ટ નાની રાખી છે. એવામાં સવાલએ છે કે આખરે આ લગ્નમાં કેટલાં લોકો હાજર રહેશે.
કહેવાય છે કે, વરૂણ અને નતાશાનાં લગ્નમાં ગણતરીનાં જ મેહમાન હાજર રહેવાનાં છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અર્જુન કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જેવાં સ્ટાર્સનાં નામ છે. આ લગ્નમાં વર અને વધુ પક્ષનાં કૂલ મળીને 50 મેહમાન શામેલ થશે. જેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. લગ્નનાં ફંક્શન શરૂ થઇ ગયા છે. નતાશા તેનાં પરિવારની સાથે 2 જાન્યુઆરીથી અલીબાગ પહોંચી ગઇ છે.
આ પણ વાંચો- ઇશા અંબાણી અને શ્લોકા અંબાણીની મેહંદી મુકનાર વીણા લગાવશે વરૂણની દુલ્હનિયાને મેહંદી
બંનેનાં લગ્ન અલીબાગનાં સાસવન સ્થિત 'ધ મેન્શન હાઉસ'માં થશે. વરૂણ ધવને તેનો કોરોના ટેસ્ટ કરાવી લીધો છે જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આ પહેલાં તે ચંદીગઢમાં 'જુગ જુગ જિયો'ની શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે તે કોરોનાની ચપેટમાં આવી ગોય હતો. વરૂણ ધવને કોરોનાને માત આપી દીધી છે અને હાલમાં તે લગ્નની વિધીઓમાં વ્યસ્ત છે. તે તેનાં પરિવારનાં સ્વાસ્થ્ય અંગે કોઇ રિસ્ક લેવા માંગતો નથી. આજ કારણે તેણે લગ્નમાં મેહમાનોની સંખ્યા ખુબજ ઓછી રાખી છે અને તમામનાં કોવિડ ટેસ્ટનું પણ ધ્યાન રાખ્યું છે.
બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સ કપલને આ લગ્નમાં આમંત્રણ મળ્યું છે જેમાં આલિયા ભટ્ટ-રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, કરન જોહર, અર્જુન કપૂર-મલાઇખા અરોરા, જાહ્નવી કપૂર અને કેટરિના કૈફ જેવાં સેલિબ્રિટીઝ છે.
Published by:Margi Pandya
First published:January 23, 2021, 10:24 am