Home /News /entertainment /Varun-Natasha Wedding: લગ્ન પછી વરૂણે કહ્યું, 'જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઇ ગયો'

Varun-Natasha Wedding: લગ્ન પછી વરૂણે કહ્યું, 'જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઇ ગયો'

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તેમના લગ્નમાં માત્ર 50 લોકોને આમંત્રણ હતું. આ ફંક્શનમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને કૃણાલ કોહલી પણ પહોંચ્યા છે.

વરૂણ ધવને લગ્નની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઇ ગયો છે.

મુંબઇ : બોલિવૂડ (Bollywood) સ્ટાર વરૂણ ધવન (Varun Dhawan) પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. બંન્નેએ સાત ફેરા લઇને પોતાન સંબંધને નામ આપી દીધું છે. બંન્નેના પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં રીતિરિવાજો સાથે અલીબાગના એક રિસોર્ટમાં લગ્ન (Varun-Natasha Wedding) થયા છે. લગ્ન બાદ વરૂણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી, જે બધા શુભેચ્છાઓ આવવાની શરૂ થઇ ગઇ હતી.

વરૂણ ધવને લગ્નની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઇ ગયો છે. જે બાદ વરૂણના ફેન્સ અને સેલેબ્સની શુભેચ્છાઓનો વરસાદ થઇ ગયો હતો.








View this post on Instagram






A post shared by VarunDhawan (@varundvn)






વરૂણ ધવનની આ પોસ્ટ જોઇને એભિનેત્રી અનુષ્કા શર્માએ કપલને વિશ કરતા લખ્યું કે, વરૂણ ધવન અને નતાશાને શુભેચ્છાઓ. આ બન્નેના સુખમય જીવન, તરક્કી અને હંમેશા સાથે આનંદિત જીવન વિતાવો તેવી કામના.

વરૂણ ધવનની અભિનેત્રી અને મિત્ર શ્રદ્ધા કપૂરે કપલને વિશ કરતા લખ્યું કે, Congratulations babdu and Nats!.








View this post on Instagram






A post shared by namratasoni (@namratasoni)






આ સાથે દિપીકા પાદુકોણે લખ્યું, Congratulations you two! Wishing you both a lifetime of love & companionship!❤️

બોલિવૂડ અભિનેત્રી પરિણીતા ચોપરાએ લખ્યું, Congratssss VD and Natasha!! 💕

Varun Dhawan Natasha Dalal Wedding Album: જુઓ લગ્નની દુલ્હા-દુલ્હનની ખાસ તસવીરો

નોંધનીય છે કે, વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તેમના લગ્નની ચર્ચા પણ ઘણાં સમયથી ચાલી રહી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તેમના લગ્નમાં માત્ર 50 લોકોને આમંત્રણ હતું. આ ફંક્શનમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને કૃણાલ કોહલી પણ પહોંચ્યા છે.




વરુણ ધવનના લગ્નના સ્થળે પહોંચનાર દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો કોઇને સહેજ પણ લક્ષણ જોવા મળે તેઓને ઘરે મોકલવામાં આવી રહ્યા હતા. લગ્ન પ્રસંગના ફોટોગ્રાફ્સ અને વીડીયો લીક કરવા પર પ્રતિબંધ હતો. રિસોર્ટની ચારેય બાજુ સિક્યોરિટી ગાર્ડ્સ હાજર હતા. લગ્નમાં શામેલ થનારા ગેસ્ટનાં મોબાઇલ ફોન રાખવાની મંજૂરી નથી મળી. સાથે જ પરિવારનાં ફ્લેક્સ બોર્ડ્સ પણ હટાવી દીધા છે. જેથી કોઇ બહારનાં તસવીરો ક્લિક ન કરે.
First published:

Tags: Natasha dalal, Varun dhawan, Wedding, બોલીવુડ