આ ક્લિપ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ અને લોકોએ એક્ટર પર આકરા પ્રહારો શરૂ કર્યા.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરુણ ધવને સુપર મોડલ ગીગી હદીદનું (Gigi Hadid) સ્ટેજ પર સ્વાગત કર્યું અને તેના ખોળામાં ઉઠાવીને કિસ કરી દીધી. આ ક્લિપ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ અને લોકોએ એક્ટર પર આકરા પ્રહારો શરૂ કર્યા. હવે વરુણે આ અંગે ખુલાસો કર્યો છે અને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
મુંબઇ. બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan) પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર ડાન્સ કરતી વખતે એક્ટરે કંઈક એવું કર્યું જેના કારણે તે ટ્રોલ થવા લાગ્યો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરુણ ધવને સુપર મોડલ ગીગી હદીદનું (Gigi Hadid) સ્ટેજ પર સ્વાગત કર્યું અને તેના ખોળામાં ઉઠાવીને કિસ કરી દીધી. આ ક્લિપ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ અને લોકોએ એક્ટર પર આકરા પ્રહારો શરૂ કર્યા. હવે વરુણે આ અંગે ખુલાસો કર્યો છે અને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ગાલા સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. જેમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સે ભાગ લીધો હતો. આ ઈવેન્ટના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયો વરુણ ધવનનો પણ છે. શનિવારની રાત્રે સ્ટેજ પર પર્ફોર્મ કરનારા કલાકારોમાંના એક વરુણ ધવને ડાન્સ કરતી વખતે સુપર મોડલ ગીગી હદીદને સ્ટેજ પર બોલાવી અને પછી તેને ખોળામાં ઊંચકીને કિસ કરી. આ ઘટનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે વરુણની આ હરકતથી ગીગી હદીદ ચોંકી જાય છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ વરુણને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે ગીગી ફરી ક્યારેય ભારત નહીં આવે. જો કે આના પર હંગામો જોતા વરુણ ધવને પણ જવાબ આપ્યો છે.
I guess today you woke up and decided to be woke. So lemme burst ur bubble and tell u it was planned for her to be on stage so find a new Twitter cause to vent about rather then going out and doing something about things . Good morning 🙏 https://t.co/9O7Hg43y0S
ટ્વિટર યુઝર પર વળતો પ્રહાર કરતા એક્ટરે લખ્યું, 'મને લાગે છે કે મારે મારે સ્પષ્ટતા કરવી જોઈએ અને તમને જણાવી દઉં કે તેનું સ્ટેજ પર આવવું એક પ્લાન હતો.
તમને જણાવી દઈએ કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. તેમાં ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, ગીગી હદીદ અને પેનેલોપ ક્રુઝ જેવા હોલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ મેગા ઈવેન્ટમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર