Home /News /entertainment /આ દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે વરુણ ધવન, વધુ પ્રેશર લેવાના કારણે થયા આવા હાલ

આ દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે વરુણ ધવન, વધુ પ્રેશર લેવાના કારણે થયા આવા હાલ

ફોટો : @ varundvn

વરુણ ધવન છેલ્લે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળ્યો હતો, જેમાં અનિલ કપૂર, નીતુ કપૂર, કિયારા અડવાણી પણ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ તો નથી રહી પણ ફ્લોપ પણ નથી થઇ.

  વરુણ ધવન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ભેડિયા'ના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં વરુણે પોતાની મેડિકલ કંડીશનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ વેસ્ટિબુલર હાઈપોફંક્શન નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યો છે.

  રિપોર્ટ્સ અનુસાર, કોરોના મહામારી પછી પોતાના પર વધુ પડતુ પ્રેશર આપવાને કારણે આ હાલત થઈ છે. વરુણે કહ્યું કે તેણે તેની છેલ્લી ફિલ્મ 'જુગ જુગ જિયો'ના શૂટિંગમાં પોતાની જાતને હદથી વધારે બિઝી રાખી હતી. જેના પરિણામો આજે તે ભોગવી રહ્યો છે.

  આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

  વરુણે કહ્યું- મેં વધુ પ્રેશર લીધું હતું


  વરુણે કહ્યું, "જે ક્ષણે આપણે દરવાજો ખોલીએ છીએ, શું તમને નથી લાગતું કે આપણે ફરીથી એ જ ઉંદર-બિલાડીની રેસમાં લાગી જઇએ છીએ? અહીં કેટલા લોકો છે જેઓ કહી શકે છે કે તેઓ (મહામારી પછી) બદલાઈ ગયા છે? મે લોકોને તનતોડ મહેનત કરતાં જોયા છે. મે પોતે અમારી ફિલ્મ 'જુગ જુગ જિયો' માટે વધુ મહેનત કરવાની શરૂઆત કરી હતી. એવું લાગતું હતું કે જાણે અમે કોઇ ઇલેક્શન ચલાવી રહ્યાં છીએ. હું નથી જાણતો કે શા માટે? પરંતુ મેં મારી જાત પર ખૂબ દબાણ કર્યું હતું."

  ખબર નથી મારી સાથે શું થયું: વરુણ ધવન


  વરુણે આગળ કહ્યું, "તાજેતરમાં મેં મારી જાતને રોકી લીધી છે. મને ખબર નથી કે મારી સાથે શું થયું. હું વેસ્ટિબુલર હાયપોફંક્શનથી ઝઝૂમી રહ્યો છું, જેના કારણે તમે સામાન્ય રીતે તમારુ બેલેન્સ ગુમાવી દો છો. પરંતુ મેં મારી જાતને ખરાબ રીતે ઝોકીં દીધી છે. આપણે ફક્ત આ રેસમાં દોડી રહ્યા છીએ. કોઈ નથી પૂછતુ કે શા માટે? મને લાગે છે કે આપણે અહીં એક મોટા કારણ માટે છીએ. હું મારી જાતને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આશા રાખું છું કે લોકો પોતાની જાતને શોધી કાઢે."

  આ પણ વાંચો : ટૉપલેસ થઇને ઉર્ફીએ ફરી મચાવી તબાહી, Videoમાં જુઓ હવે કરી શું કરામત

  વેસ્ટિબુલર હાયપોફંક્શન શું છે?


  વેસ્ટિબુલર હાયપોફંક્શન એ એક પ્રકારનો મેડિકલ ડિસઓર્ડર છે, જે કોઈપણ વ્યક્તિના બેલેન્સને અસર કરે છે. તે બે પ્રકારના હોય છે. પ્રથમ છે UVH (યૂનિલેટરલ વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન), જેના કારણે એક કાનની પ્રિંસિપલ વેસ્ટિબુલર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નથી જ્યારે અન્ય સામાન્ય રીતે કામ કરે છે. બીજું BVH (બાયલેટરલ વેસ્ટિબ્યુલર હાયપોફંક્શન) છે, જે બંને કાનને અસર કરે છે. વરુણ ધવનની વાત માનીએ તો તે આમાંથી એક સામે ઝઝૂમી રહ્યો છે.


  25 નવેમ્બરે રીલિઝ થઇ રહી છે ભેડિયા


  'ભેડિયા'ની વાત કરીએ તો, તે અમર કૌશિક દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ છે, જેનું પ્રોડક્શન દિનેશ વિજન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, દીપક ડોબરિયાલ અને અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 25 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Bollywood actor, Bollywood Latest News, Varun Dhavan, Varun dhawan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन