Home /News /entertainment /Oh No... વરરાજા બનતા પહેલાં વરૂણ ધવનની ગાડીનો થયો એક્સિડન્ટ

Oh No... વરરાજા બનતા પહેલાં વરૂણ ધવનની ગાડીનો થયો એક્સિડન્ટ

વરૂણની કારને સામાન્ય અકસ્માત નડ્યો

વરૂણ ધવન (Varun Dhawan)ની કારનો શનિવારે તે સમયે એક્સિડન્ટ થઇ ગયો હતો જ્યારે તે જુહૂથી અલીબાગ જઇ રહ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં વરૂણ ધવન માંડ માંડ બચ્યો છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વરૂણ ધવન (Varun Dhawan) આજે વરરાજા બની તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) ની સાથે લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. પણ લગ્નનાં ઠીક પહેલાં એક એવાં સમાચાર આવ્યાં છે. જે સાંભળીને રુવાંડા ઉભા થઇ જાય. વરૂણ- નતાશાનાં લગ્ન માટે બંને પરિવાર અને કેટલાંક ખાસ મિત્રો શુક્રવારે અલીબાગ પહોંચી ગયા હતા. વરૂણ ધવન શનિવારે બપોરે અલીબાગ પહોંચ્યો. ખબર મુજબ, તે સમયે તેની કારનો અકસ્માત થયો હતો. જ્યારે તે જુહૂથી અલીબાગ જઇ રહ્યો હતો. ખાસ વાત તો તે છે કે, લગ્ન પહેલા આ દુર્ઘટનામાં વરૂણ ધવન બચી ગયો છે.

વરૂણ ધવન (Varun Dhawan) શુક્રવારે થોડો વ્યસ્ત હતો તેથી તે 23 જાન્યુઆરીએ તેનાં ઘરેથી અલીબાગ જવાં નિકળ્યો હતો. અલીબાગ કારથી પહોચવામાં આશરે 4 કલાક લાગે છે. રિપોર્ટ્સ મુજબ, અલીબાગનાં રસ્તામાં ટ્રાફિક વધુ હોય છે અને તે રસ્તામાં ઘણી જગ્યાએ નાનો રોડ પણ છે. લગ્નની વિધીઓ શરૂ થવાની હતી એવામાં વરૂણને જલ્દી અલીબાગ પહોંચવું હતું. ત્યારે રસ્તા પર તેની કારનો માઇનર એક્સીડન્ટ થયો હતો. કારમાં નાનકડો ડેન્ટ પણ આવ્યો છે.

રાહતની વાત એ છે કે, આ દૂર્ધટનામાં કોઇને ઇજા પહોંચી નથી. વરૂણનાં પિતા ફિલ્મમેકર ડેવિડ ધવન, મા લાલી ભાઇ રોહિત અને તેમનો પરિવાર તથા કાકા તથા જુના જમાનાનાં એક્ટર અનિલ ધવન તેમનાં પરિવાર સાથે હોટલ પહોંચી ગયો છે. જ્યારે નતાશાનો પરિવાર શુક્રવારે જ વિવાહ સ્થળ પર પહોંચી ગયો હતો.

આજે વરૂણ-નતાશાનાં લગ્ન છે. આ લગ્નમાં આશરે 50 લોકો શામેલ થવાનાં છે. ડેવિડ ધવને વરૂણ-નતાશાનાં લગ્નની ખાસ વ્યવસ્થા કરી છે. સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે મેહમાનોની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ લગ્ન સમારંભમાં ગણતરીનાં લોકોને જ આમંત્રણ છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને અર્જુન કપૂર જેવાં કલાકાર શામેલ છે. લગ્નમાં શામેલ થનારા મેહમાનોનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. તે બાદ 26 જાન્યુઆરીનાં રિસેપ્શન છે. જેમાં બોલિવૂડનાં મોટા સુપરસ્ટાર્સ શામેલ થાય તેવી આશા છે.
First published:

Tags: Natasha dalal, Varun dhawan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો