'અંદાજ અપના અપના'માં નહીં હોય રણવીર-વરૂણ, પ્રોડ્યુસરનો ખુલાસો

બોલિવૂડની એવરગ્રીન ફિલ્મ્સની વાત આવે તો આ લિસ્ટમાં 'અંદાજ અપના અપના'નું નામ જરૂર આવે છે

'હું આ ફિલ્મની સિક્વલ પર કામ કરી રહ્યો છું. આ ફિલ્મ બનશે'

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની એવરગ્રીન ફિલ્મ્સની વાત આવે તો આ લિસ્ટમાં 'અંદાજ અપના અપના'નું નામ જરૂર આવે છે. આમિર ખાન અને સલમાન ખાન સ્ટાર આ ફિલ્મનો જાદૂ આજે પણ દર્શકો પર જોવા મળે છે. આવામાં આ ફિલ્મની રિમેકને લઇને પણ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. સાંભળવા મળ્યું હતું કે, આ ફિલ્મમાં રણવીર સિંહ અને વરૂણ ધવન જોવા મળશે. જોકે, આ ફિલ્મ અંગે એક નવો ખુલાસો થયો છે.

  સ્પોટબોય વેબસાઇટ પ્રમાણે, ફિલ્મના પ્રોડ્યુસર વિનય સિંહાએ ખુલાસો કર્યો છે કે, ફિલ્મ અંગે થયેલી વાતો ખોટી છે. રણવીર અને વરૂણને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યા નથી. હાલ તો સ્ક્રિપ્ટ પણ પૂરી થઇ નથી. આવામાં સ્ટારકાસ્ટનો તો પ્રશ્ન જ નથી.

  આ પણ વાંચો: અપના ટાઇમ આયેગા: રણવીરનાં અવાજમાં સાંભળો ગલી બોયનું આ બીજુ રેપ સોન્ગ

  ઉપરાંત તેમણે કહ્યું કે, હું આ ફિલ્મની સિક્વલ પર કામ કરી રહ્યો છું. આ ફિલ્મ બનશે, તેનો આઇડિયા મારા મગજમાં છે. પરંતુ હમણા સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. જોકે, આ ફિલ્મ રિમેક અથવા સિક્વલની જેમ નહીં હોય, તે એક ફ્રેશ કહાણીવાળી ફિલ્મ હશે. જોકે, વિનયની આ વાતથી સ્પષ્ટતા થઇ ચૂકી છે કે, રણવીર અને વરૂણનો આ ફિલ્મ સાથે કોઇ સંબંધ નથી.
  First published: