ન્યૂઝ18 ગુજરાતી: વર્ષ 2018 બોલિવૂડ માટે લગ્નની સિઝન સમાન રહ્યું. દીપિકા પાદુકોણથી માંડીને પ્રિયંકા ચોપડા સુધીના સ્ટાર્સે જીવન સાથી સાથે ફેરા ફર્યા. જ્યારે 2019માં અભિનેતા વરૂણ ધવનના લગ્નની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, વરૂણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે વહેલી તકે જ લગ્ન કરી શકે છે.
વરુણ ધવન અને નતાશા દલાલ ઘણા પ્રસંગો પર સાથે જોવા મળે છે, પરંતુ નતાશા મીડિયાથી દૂર રહે છે. ઘણા ઇન્ટરવ્યૂમાં વરુણે નતાશા સાથેના સંબંધો કબૂલ્તાં કહ્યું કે, તે નતાશા સાથે લગ્ન કરવા માગે છે. જોકે, વરુણે લગ્નની તારીખ અંગે ક્યારેય ખુલાસો કર્યો નથી. રિપોર્ટ્સ પ્રમાણે, નતાશાએ લગ્નની તૈયારીઓ શરુ કરી દીધી છે.
નતાશા પોતે જ લગ્નની વસ્તુઓની ખરીદી કરવા માગે છે. તેણે કપડાંથી લઇને જ્વેલરીની શોપિંગ શરુ કરી દીધી છે. વરુણ ધવનના લગ્ન ક્યાં થશે તેનો ખુલાસો થયો નથી, પરંતુ આ વેડિંગ પર્સનલ હશે. આમાં બોલિવૂડના અને ધવન પરિવારના નિકટના લોકોને જ બોલાવવામાં આવશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર