Home /News /entertainment /વરૂણ ધવન અને નતાશા દલાલનાં લગ્નમાં ઘણી ફિલ્મી હસ્તીઓ અને મેહમાન અલીબાગ પહોંચવાનાં શરૂ

વરૂણ ધવન અને નતાશા દલાલનાં લગ્નમાં ઘણી ફિલ્મી હસ્તીઓ અને મેહમાન અલીબાગ પહોંચવાનાં શરૂ

ધવન સ્ટાર બે બ્લોક બસ્ટર ફિલ્મો 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નાં નિર્દેશક શશાંક ખેતાન અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા શનિવારે જ લગ્ન સ્થળે પહોંચી ગયા હતાં. મીડિયામાં આવેલી ખબરો અનુસાર ફિલ્મમેકર કરન જોહર શનિવારે સાંજે સંગીત સેરેમનીનું એંકરિંગ કર્યુ હતું

ધવન સ્ટાર બે બ્લોક બસ્ટર ફિલ્મો 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નાં નિર્દેશક શશાંક ખેતાન અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા શનિવારે જ લગ્ન સ્થળે પહોંચી ગયા હતાં. મીડિયામાં આવેલી ખબરો અનુસાર ફિલ્મમેકર કરન જોહર શનિવારે સાંજે સંગીત સેરેમનીનું એંકરિંગ કર્યુ હતું

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) અને ફેશન ડિઝાઇનર નતાશા દલાલ (Natasha Dalal)નાં લગ્નની તૈયારીઓ મુંબઇનાં અલીબાગમાં આલીશાન રિઝોર્ટ' ધ મેન્શન હાઉસ'માં જોર શોરથી ચાલી રહી છે. વરૂણ ધવન લાંબા સમી તેની મિત્ર રહેલી નતાશા દલાલની સાથે રવિવારે પરિણય સૂત્રમાં બંધાશે

વરૂણ ધવન શનિવારે બપોરે આશરે સાડા 12 વાગ્યે અલીબાગથી સસ્વાનેમાં સ્થિત વિવાહ સ્થળમાં પ્રવેશ કરતાં નજર આવે છે. સફેદ રંગની ટી શર્ટ અને ડેનિમ જીન્સ પહેરી વરૂણ ધવન આવ્યો હતો. આ સમયે તેની દાઢી વધેલી હતી. ધવનનાં પિતા ડેવિડ ધવન, મા લાલી, ભાઇ રોહિત અને તેનો પરિવાર અને કાકા અનિલ ધવન તથા તેમનાં પરિવારની સાથે જ વિવાહ સ્થળે પહોંચી ગયો છે. દલાલ પરિવાર તો શુક્રવારે જ વિહાલ સ્થળ પર પહોંચી ગયો હતો.

ધવન સ્ટાર બે બ્લોક બસ્ટર ફિલ્મો 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા' અને 'બદ્રીનાથ કી દુલ્હનિયા' નાં નિર્દેશક શશાંક ખેતાન અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા શનિવારે જ લગ્ન સ્થળે પહોંચી ગયા હતાં. મીડિયામાં આવેલી ખબરો અનુસાર ફિલ્મમેકર કરન જોહર શનિવારે સાંજે સંગીત સેરેમનીનું એંકરિંગ કર્યુ હતું. ધવનનાં લગ્નમાં પરિવાર ઉપરાંત મિત્રો આલિાય ભટ્ટ, જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર પણ પરફોર્મન્સ આપ્યું હતું.

ડેવિડ ધવને વરૂણ- નતાશાનાં લગ્નની ખાસ વ્યવસ્થા કરી છે. સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે મહેમાનોની પ્રાઈવસીનો પણ ધ્યાન રાખ્યું છે. શુક્રવારે સવારે કાર્યક્રમ સ્થળ પર ઢોલવાળાની ટીમ પહોંચી ગઇ છે. ખબર અનુસાર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નની તૈયારી કરનાર ટીમે જ નતાશા અને વરૂણનાં લગ્નની તૈયારીઓ પણ તેમને જ કરી છે. આ લગ્નમાં કેટરીના કૈફ, સલમાન ખાન અને જેક્લીન ફ્રનાન્ડીઝ પણ શામેલ છે.

આ લગ્ન સમારંભમાં કેટલાંક ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને અર્જુન કપૂર જેનાં સ્ટાર્સ શામેલ છે. બંને પક્ષનાં મળીને 50 લોકો જ લગ્નમાં હાજર રહેશે. અને તમામનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.
First published:

Tags: Natasha dalal, Varun dhawan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો