ફંક્શનમાં કોરોના ગાઇડલાઇન ફોલો ન થતા 'વનરાજ' થયો ગુસ્સે, પોતે નહોતું પહેર્યુ માસ્ક તો થયો TROLL

રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે

વનરાજ એટલે કે એક્ટર સુધાંષુ પાંડેને ફંક્શનમાં એવોર્ડ પણ એનાયત થયો છતાં તે એવોર્ડ ફંક્શનથી નારાજ હતો. કારણ હતું ત્યાં હાજર સેલિબ્રિટીઝ કે ઓર્ગેનાઇઝર માસ્ક પહેરેલાં ન હતાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અને અમદાવાદમાં તો કોરોના બેકાબૂ થઇ ગયો છે. ત્યારે અમદાવાદ બેકગ્રાઉન્ડ અને ગુજરાતી થિમની સ્ટોરી લાઇન ધરાવતા શો 'અનુપમા' હાલમાં TRPની રેસમાં સૌથી આગળ છે. ત્યારે શોનાં લિડ કેરેક્ટર વનરાજ હાલમાં જ મુંબઇમાં યોજાયેલાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા ગયો હતો. વનરાજ એટલે કે એક્ટર સુધાંષુ પાંડેને ફંક્શનમાં એવોર્ડ પણ એનાયત થયો છતાં તે એવોર્ડ ફંક્શનથી નારાજ હતો. કારણ હતું ત્યાં હાજર સેલિબ્રિટીઝ કે ઓર્ગેનાઇઝર માસ્ક પહેરેલાં ન હતાં. અને ત્યાં કોરોનાની ગાઇડલાઇન ફોલો થતી ન હતી.

  આ પણ વાંચો-કોરોનાગ્રસ્ત 'યે રિશ્તા..'ની એક્ટ્રેસ વેન્ટિલેટર પર, માએ પતિ પર લગાવ્યો આરોપ

  સુધાંષુ પાંડેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એવોર્ડ ફંક્શનમાં ગાઇડલાઇન ફોલો ન થવા પર નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. સુધાંશુ વીડિોયમાં કહે છે કે, 'એવોર્ડ ફંક્શનમાં કોઈ ગાઇડલાઇન ફોલો કરી રહ્યા નથી. આ ખરાબ વાત છે. કારણ કે અહિ ઘણા બધા લોકો છે અને કોઈએ પણ માસ્ક પહેર્યું નથી. સેનિટાઈઝર પણ ક્યાંય નથી. હું ઘણો નિરાશ છું કે, અમે બધા આટલી મોટી સંખ્યામાં એક જગ્યાએ ભેગા થયા છીએ, સારા કામ માટે ભેગા થયા છીએ પરંતુ અંદર કોઈ પ્રોટોકોલ ફોલો થયા નથી.
  મીડિયા સાથેની વાતચીતમાં સુધાંષુ પાંડે ભૂલી ગયો હતો કે તેણે પોતે માસ્ક પહેર્યું ન હતું. કે તેની સાથે હાજર તેની અને તેની કો-સ્ટાર 'અનુપમા' એટલે કે રૂપાલી ગાંગુલીએ પણ માસ્ક પહેર્યું નહોતું. આ જોઈને સોશિયલ મીડિયા પર બંનેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ટ્રોલરે કહ્યું, પહેલા માસ્ક પહેરો, પછી ફરિયાદ કરજો. અન્ય એકે લખ્યું કે, તો આવા ફંક્શનમાં કેમ ઊભા છો? અવોર્ડ મળવાની રાહ કેમ જોવો છો કે શું?

  આ પણ વાંચો- વાજિદ ખાનની પત્નીનો સાસરીવાળા પર ગંભીર આરોપ- 'ઇસ્લામ કબૂલ કરવાં કરે છે દબાણ'

  આ મામલે સુધાંષુએ સ્પષ્ટા પણ કરી છે- માસ્ક ન પહેરવાને લીધે ટ્રોલ થયેલા સુધાંષુ પાંડેએ ચોખવટ કરતા કહ્યું કે, બધા વારંવાર પૂછી રહ્યા છે કે મેં માસ્ક કેમ પહેર્યું નથી? આ ઇન્ટરવ્યૂ અવોર્ડ ફંક્શનની બહાર ખુલ્લી જગ્યામાં થઇ રહ્યો હતો. ત્યાં મીડિયા અમારાથી 15 ફૂટ દૂર હતી. જો હું પોતે જ પ્રોટોકોલ ફોલો ના કરતો હોત તો આ બધા વિશે વાત જ ન કરતો.
  Published by:Margi Pandya
  First published: