Home /News /entertainment /

વામિકાના photos Viral થતા સોશિયલ મીડિયા પર તૈમૂર સાથે funny memes પણ થયા ફરતા

વામિકાના photos Viral થતા સોશિયલ મીડિયા પર તૈમૂર સાથે funny memes પણ થયા ફરતા

કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂર અને વામિકાની સરખામણી કરવામાં આવતી હોય તેવા મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે.

Viral on Social media: વામિકાના ફોટોઝ અને વીડિયો વાયરલ થયા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે વામિકાની સરખામણી તૈમૂર સાથે કરી છે.

ગઈકાલે સાઉથ આફ્રિકા અને ભારતીય ટીમ વચ્ચે વન ડે મેચની ફાઈનલ મેચ રમાઇ હતી. ત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાના (Vamika) વીડિયો અને તસવીરોએ ઇન્ટરનેટ વાયરલ કર્યુ હતુ. TV પર આ મેચનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે, વામિકાનો ચહેરો જોવા મળ્યો હતો. અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ની એક વર્ષની પુત્રી વામિકાના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પહેલી વાર કોઈ બ્રોડકાસ્ટરે વામિકા વિરાટ કોહલીને ચિઅર અપ કરતી હોય તેવી મોમેન્ટ કેપ્ચર કરી છે.


વામિકાનો ચહેરો જોવા મળતા ઘણા લોકો ખુશ જોવા મળી રહ્યા છે. કપલની પ્રાઈવસી ભંગ કરવામાં આવતા અનેક લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. વામિકાના ફોટોઝ અને વીડિયો વાયરલ થયા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે વામિકાની સરખામણી તૈમૂર સાથે કરી છે.


કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂર અને વામિકાની સરખામણી કરવામાં આવતી હોય તેવા મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે.





સ્ટારકિડના જન્મ બાદ ઈન્ટરનેટ પર તેમની જ ચર્ચા કરવામાં આવતી હોય છે. અહીંયા તૈમૂર અને વામિકાની સરખામણીના કેટલાક ખાસ મીમ અને ટ્વિટ વિશે આપણે વાત કરીશું.


વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વામિકા (Vamika) ને લાઈમલાઈટથી દૂર રાખવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વામિકા સોશિયલ મીડિયા વિશે સમજણ ના કેળવે ત્યાં સુધી અમે વામિકાને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.




તાજેતરમાં અનુષ્કાએ કેમેરામેનનો આભાર માનતી એક નોટ લખી હતી. વામિકાના ફોટોઝ ક્લિક ના કરવા માટે તેમનો આભાર માન્યો હતો. અનુષ્કાએ નોટ લખી હતી કે, વામિકાના ફોટોઝ ક્લિક ના કરવા માટે તમામ મીડિયા પર્સનનો ખૂબ ખૂબ આભાર. એક માતા પિતા તરીકે અમે વામિકાની ઓળખ છતી કરવા માંગતા નથી તેમાં અમને સહાય કરવા વિનંતી. અમે સોશિયલ મીડિયાથી દૂર સ્વતંત્રરૂપે પોતાનું જીવન જીવવા માટે વામિકાને તક આપવા માટેની કોશિશ કરીએ છીએ. વામિકાના ફોટોઝ શેર ના કરવા માટે આપ સહુનો ખૂબ ખૂબ આભાર.

અનુષ્કા શર્મા અને વામિકા વિરાટ કોહલી સાથે દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલ મેચ માટે દક્ષિણ આફ્રિકા ગયા છે.


Published by:Kaushal Pancholi
First published:

Tags: Anushka Sharma, Captain virat kohli, Kareena kapoor, Taimur, Vamika

આગામી સમાચાર