Valimai : અજીત કુમારની 'વલીમાઇ' Box Office પર ધૂમ મચાવશે, હિન્દીમાં પણ થશે રિલીઝ, કરશે કરોડોની કમાણી!
Valimai : અજીત કુમારની 'વલીમાઇ' Box Office પર ધૂમ મચાવશે, હિન્દીમાં પણ થશે રિલીઝ, કરશે કરોડોની કમાણી!
અજીત કુમારની ફિલ્મ વાઈલીમાઈ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરશે!
અજીત કુમાર (Ajith Kumar) ની ફિલ્મ વલીમાઈ રીલીઝ (Valimai Release date) થવા જઇ રહી, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે તેવું અનુમાન, ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ અને કન્નડ સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થઈ રહી
અઢી વર્ષની લાંબી રાહ બાદ અભિનેતા અજીત કુમાર (Ajith Kumar) મોટા પડદા પર પરત ફરવા જઇ રહ્યા છે. અજીતની ફિલ્મ વલીમાઈ રીલીઝ (Valimai Release) થવા જઇ રહી છે અને એવું લાગે છે કે અભિનેતા બોક્સ ઓફિસ (Box Office Collection) પર આગ લગાવી દેશે. અભિનેતા એચ. વિનોથના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવતો જોવા મળશે. બોની કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં હુમા કુરેશી, કાર્તિકેય ગુમ્માકોંડા અને બાની જે પણ સહાયક ભૂમિકામાં છે. ફિલ્મ તમિલ, હિન્દી (Valimai in hindi), તેલુગુ અને કન્નડ સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.
ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાએ જણાવ્યું કે, વલીમાઈ માત્ર તમિલનાડુમાં જ રૂ. 30 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સાથે ખુલી શકે છે. તેમણે જણાવ્યું કે, “તમિલનાડુમાં તેની કમાણી લગભગ રૂ. 30 કરોડ હોવી જોઈએ. કારણ કે તે સોલો રિલીઝ છે. આ ફિલ્મ 800થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે, જેમાં સવારે 4 વાગ્યાથી શો શરૂ થાય છે. આ મૂવીના બે વધારાના શો અપાયા છે - સવારે 4 વાગ્યે અને સવારે 7 વાગ્યે."
શરૂઆતના દિવસના બોક્સ ઓફિસ કલેક્શનમાં તમિલનાડુનો સૌથી વધુ ફાળો રહેશે. ત્યારે રમેશનો અંદાજ છે કે, પવન કલ્યાણની ભીમલા નાયકને કારણે વલિમાઇને આંધ્રપ્રદેશ-તેલંગાણામાં માત્ર એક જ દિવસનો ફાયદો થશે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં આ ફિલ્મ 750 થિયેટરોમાં રિલીઝ થવાની છે. જો કે વાલીમાઈની રિલીઝના એક દિવસ બાદ પવન કલ્યાણની તેલૂગુ ફિલ્મ ભીમલા નાયકને રિલીઝ કરવામાં આવશે.
તેથી વલીમાઈને માત્ર એક જ દિવસનો સોલો રિલીઝનો ફાયદો છે. 25મીએ ભીમલા નાયકની સાથે આ ફિલ્મની સ્પર્ધા થશે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણા માટે અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે લાંબા સમયથી અજીથની ફિલ્મ આવી નથી. વલીમાઇ રૂ. 2 કરોડ સુધીની કમાણી કરી શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.
જ્યારે કર્ણાટકમાં આ ફિલ્મ ચારેય ભાષામાં કુલ 150 થિયેટરોમાં રજૂ થવાની છે અને લગભગ 1થી 2 કરોડનું કલેક્શન કરે તેવી શક્યતા છે. કેરળમાંથી પણ આવા જ બોક્સ ઓફિસ કલેક્શનની અપેક્ષા છે. રમેશે વધુમાં જણાવ્યું કે, “પહેલા શો બાદ આપણે ડાયલોગ, રીવ્યૂ અને કન્ટેન્ટ પણ જોવું પડશે. પરંતુ બુધવારની રાત સુધીમાં સારી માત્રામાં એડવાન્સ બુકિંગ થઈ જશે. જો રીવ્યૂ અને ડાયલોગ સારા હશે તો કમાણી વધી પણ શકે છે.”
બીજી તરફ, વલીમાઇના હિન્દી વર્ઝન (valimai hindi dubbed movie) ની આલિયા ભટ્ટની ગંગુબાઇ કાઠિયાવાડી સાથે પણ સ્પર્ધા થશે. તેલુગુ વર્ઝનની જેમ જ વલિમાઈના હિન્દી વર્ઝનને હિન્દીમાં એક દિવસનો ફાયદો થશે. જો કે, ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનનું માનવું છે કે અજીથ સ્ટારર ફિલ્મનો હિન્દી વર્ઝનમાં વધુ કલેક્શનનની આશા નથી. અલ્લુ અર્જુનની પુષ્પા હિન્દી વર્ઝને ડિસેમ્બરમાં રણવીર સિંહની ફિલ્મ '83ને બોક્સ ઓફિસ પર સારી ટક્કર આપી હતી, પરંતુ વલિમાઇની હિન્દી વર્ઝનમાં આ પ્રકારની પકડ કદાચ નહીં હોય.
તેણે વધુમાં જણાવ્યું કે, “અજીત ઉત્તર ભારતમાં અલ્લુ અર્જુનની જેમ વધુ દર્શકો આકર્ષી શકે તેમ નથી. સીધી રીતે ગંગુબાઈ કાઠિયાવાડીને દક્ષિણમાં સારી સ્પર્ધાનો સામનો કરવો પડશે. કારણ કે તમિલનાડુ જેવા રાજ્યો માટે વલિમાઈ પ્રદર્શકો માટે પ્રથમ પસંદગી હશે. કારણ કે અજીત ત્યાં એક મોટો ડ્રો છે. ગંગુબાઈ કાઠિયાવાડીને ભલે દક્ષિણ ભારતમાં સ્પર્ધાનો સામનો કરવો પડે પરંતુ ઉત્તર ભારત ગંગુબાઈ માટે ખુલ્લું છે.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર