Valimai Movie Review: અજીતના ચાહકો માટે મજા પણ બીજા માટે માથાનો દુઃખાવો છે ફિલ્મ વલીમાઈ!
Valimai Movie Review: અજીતના ચાહકો માટે મજા પણ બીજા માટે માથાનો દુઃખાવો છે ફિલ્મ વલીમાઈ!
વલીમાઈ ફિલ્મ રિવ્યૂ
Valimai Movie Review : વલીમાઇ ફિલ્મ પોલીસ અને ડ્રગ પેડલર વચ્ચેની સ્ટોરી છે, અજીત કુમાર (Ajith kumar) અભિનીત આ ફિલ્મ વન મેન શો છે. આ ફિલ્મની સ્ટોરી ચેન્નાઇમાં સેટ કરાઈ છે
Valimai Movie Review : અજીત કુમાર (Ajith kumar) અભિનીત વલીમાઇ ફિલ્મ વન મેન શો છે. તેના દિગ્દર્શક એચ વિનોથ છે. આ ફિલ્મ પોલીસ અને ડ્રગ પેડલર વચ્ચેની સ્ટોરી છે, જેમાં પીછો કરવાના દ્રશ્યો, સ્લો મોશન એન્ટ્રી અને મારામારી સહિતના દ્રશ્યો જોવા મળે છે.
આ ફિલ્મની સ્ટોરી ચેન્નાઇમાં સેટ કરાઈ છે. ફિલ્મની શરૂઆત ચેઇન સ્નેચિંગના દ્રશ્યથી થાય છે, જેમાં સ્પોર્ટ બાઇક પર બાઇકર્સ ચેન્નાઇ શહેરમાં અનેક ગુનાઓ આચરતા જોવા મળે છે. શહેરમાં આખું પોલીસ દળ ડ્રગ પેડલિંગની સાથે આવા ગુનાઓ કરતી આ પ્રકારની ટોળકીથી પણ અજાણ છે અને તેઓ મદુરાઇથી સુપર કોપને કેસને સોલ્વ કરવા માટે બોલાવે છે.
અજીત કુમારની એન્ટ્રી સાઉથના મોવિઝ (South Movie) માં જોવા મળતી ટિપિકલ માસ એન્ટ્રી છે. આ એન્ટ્રી સમયે તેના ચાહકો સીટીઓ, તાળીઓ અને ચિચિયારીઓથી તેનું સ્વાગત કરશે! જો કે, અજીતની સ્લો મોશન એક્શન સિક્વન્સ, બાઇક ચેઝ સીન્સ અને ડાયલોગ્સ પણ સ્ક્રિપ્ટને બચાવી શકતા નથી. બીજી તરફ અન્ય સપોર્ટિંગ એક્ટર્સ દ્વારા ઓવરએક્ટિંગ કરવામાં આવી છે.
નાર્કોટિક્સ ઑફિસરનું પાત્ર ભજવતી હુમા કુરૈશીના કેટલાક સારા દ્રશ્યો છે. જેમાં તે બહાદુર અને બેફિકર જોવા મળે છે. પરંતુ તે ખૂબ અવાસ્તવિક લાગે છે. સ્ક્રિપ્ટ અને દિગ્દર્શનમાં રહેલી ખામીઓ ફિલ્મની મજા બગાડે છે.
બાઈકસના એક્શન સિક્વન્સ છે. જોકે, તે KTM બાઇકની જાહેરાત જેવું લાગે છે. વાઇડ શોટ્સ, ક્લોઝ અપ્સ અને સ્ટન્ટ્સ આ બધા બ્રાન્ડ માટે એક પરફેક્ટ એડ કેમ્પેઇન છે. જોકે આપણે કેટલીક નવી એક્શન કોરિયોગ્રાફી જોઈ શકીએ છીએ, તે મનોરંજન પૂરું પાડે છે.
સામાન્ય રીતે આવી માસ એન્ટરટેઇનમેન્ટ ફિલોમાં એક્શનથી ભરપૂર દ્રશ્યો અને પંચ ડાયલોગ્સ હોય છે. પરંતુ ફિલ્મમાં અજીથની એક પણ ઇમ્પ્રેસિવ પંચ લાઇન નથી. સ્ક્રિપ્ટ અને સ્ટોરીની પકડ જ મજબૂત ન હોય તો કોઇ પણ કલાકારનો જાદુ ચાલી શકતો નથી. અધૂરામાં પૂરું કાર્તિકેય ગુમ્માકોંડા અને વીજે બાનીની જોડીએ ફિલ્મ ડુબાડી દીધી છે.
કાર્તિકેયે ફિલ્મમાં ખૂબ જ ઓવરએક્ટિંગ કરી છે અને બીજી તરફ વીજે બાનીએ એકલા હાથે સારા સિક્વન્સ પર પાણી ફેરવી દીધું છે. છેલ્લે જ્યારે બાની બાઇક સાથે કેમેરા સામે જોવા મળી હતી, ત્યારે તે રોડીઝમાં સારું પ્રદર્શન કરી રહી હતી. બદનસીબે, આ વખતે તેને બાઈક અને સ્ક્રિપ્ટ પણ કામ આવ્યા નથી.
આ ફિલ્મમાં અવાસ્તવિક સ્ટોરી અને પ્લોટ છે. જે અજીથ કુમારના ચાહકોને પણ ખૂંચી શકે છે. ફિલ્મમાં થયેલી ભૂલો સ્પષ્ટ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અલગ અલગ દ્રશ્યોમાં અજીથની બદલાતી હેરસ્ટાઇલ અને હેર કલરથી માંડીને નબળી VFX ઇફેક્ટ્સ સુધીના દરેક પાસામાં ફિલ્મ નિષ્ફળ જાય છે.