Home /News /entertainment /

Valimai Box Office Collection: અજીત સ્ટારર વલીમાઈએ માત્ર 10 દિવસમાં કરી 200 કરોડની કમાણી

Valimai Box Office Collection: અજીત સ્ટારર વલીમાઈએ માત્ર 10 દિવસમાં કરી 200 કરોડની કમાણી

વાલિમાઈ બોક્સ ઓફિસ કલેક્શન

Valimai Box Office Collection : વલીમાઈ (Valimai) એ ગ્લોબલી 202.64 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કલેક્શન ભીમલા નાયક (bheemla nayak) ના વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ (Box Office) કલેક્શનને વટાવી જાય છે

    અજિત કુમાર (Ajith Kumar)ની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ વલીમાઈ (Valimai) રૂ. 200 કરોડની ક્લબમાં પ્રવેશી ચૂકી છે. લાંબા સમયથી ડિલે થતી આ ફિલ્મ આખરે 24 ફેબ્રુઆરીએ તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ થઈ હતી. હાલમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. હિન્દીમાં આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) અને તેલુગુમાં પવન કલ્યાણની ભીમલા નાયક (Bheemla Nayak) સાથે કોમ્પિટિશન હોવા છતાં પણ વલીમાઈએ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી રાખી છે.

    ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલન (Manobala Vijayabalan)ના જણાવ્યા અનુસાર વલીમાઈએ ગ્લોબલી 202.64 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કલેક્શન ભીમલા નાયકના વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શનને વટાવી જાય છે. આ તેલુગુ ફિલ્મે 174.12 કરોડનું કલેક્શન કર્યું હતું. મનોબાલાએ ટ્વીટ કર્યું કે અજિત માટે આ સૌથી ઝડપી રૂ. 200 કરોડનું કલેક્શન છે. રવિવારે સવાર સુધીમાં વલીમાઈએ એકલા તમિલનાડુમાં 144 કરોડ રૂપિયનો બિઝનેસ કર્યો છે.

    વલીમાઈએ તમામની અપેક્ષા કરતા વધુ કલેક્શન કર્યું છે. ફિલ્મીબીટના જણાવ્યા અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે એકલા તમિલનાડુમાં રૂ. 36.17 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ સાથે વલીમાઈએ રજનીકાંતની 2021ની એક્શન ડ્રામા અન્નત્તેને પાછળ છોડી દીધી હતી, જેણે રાજ્યમાં તેના શરૂઆતના દિવસે રૂ. 35 કરોડની કમાણી કરી હતી.

    બોની કપૂર દ્વારા બેક્ડ આ ફિલ્મ વલીમાઈમાં હુમા કુરેશી અને કાર્તિકેય ગુમ્માકોંડા પણ સામેલ છે. વલીમાઈને ક્રિટિક્સ અને ફેન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો. ન્યૂઝ18 રિવ્યૂ મુજબ વલીમાઈ ‘ફક્ત અજિત માટે જ છે. આ ફિલ્મ અજિતના દરેક ફેન માટે એક ટ્રીટ છે. સ્લો મોશન વોક અને કેટલાક અદ્ભૂત શોટ્સ ઉપરાંત ફિલ્મમાં ખાસ કંઈ જોવા મળતું નથી. જો કે વલીમાઈના ટ્રાન્સલેશનમાં સ્ટ્રેન્થ છે અને સ્ક્રિપ્ટ અને ડિરેક્શનમાં એનો જ અભાવ છે.

    આ પણ વાંચોRashami Desai એ દેખાડી પોતાનો મનમોહક અંદાજ, ફોટો શેર કરી કહ્યું - '...તમે શું વિચારો છો?'

    અજિતના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો ફેન્સ હવે AK61ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ જે તેની 61મી ફિલ્મ છે, તેનું ડાયરેક્શન એચ વિનોથ કરશે અને તેનું સપોર્ટ બોની કપૂર કરશે. થોડા દિવસો અગાઉ એક્ટર્સના લુકને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ જાણવા મળી રહ્યું છે કે અભિનેતા ગ્રે અવતારમાં જોવા મળશે. સિલુએટ તસવીરમાં અજિત લાંબી દાઢી સાથે જોવા મળ્યો હતો.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, South Cinema, South Cinema News

    આગામી સમાચાર