Valentine's Day: BF વિક્કી સાથે રોમેન્ટિક વેકેશન પર ગઇ અંકિતા લોખંડે, ફેન્સને કહ્યું, બાય

(photo credit: instagram/@lokhandeankita)

સોશિયલ મીડિયા પર અંકિતા (Ankita Lokhande) વિક્કી જૈન સાથે ફોટો શેર કરતી રહે છે. હવે જ્યારે વેલેન્ટાઇન વીક (Valentine's Day) ચાલી રહ્યો છે તો, અંકિતા વિક્કી સાથે રોમેન્ટિક રજાઓ મનાવી રહી છે. અકિતા લોખંડે તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો અને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એરપોર્ટનાં બ્રિજ પર પોઝ આપતી નજર આવી રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) હાલમાં વિક્કી જૈન (Vicky Jain) સાથે તેનાં સંબંધો માટે ચર્ચામાં છે. અંકિતા લોખંડે તેનાં બોયફ્રેન્ડ વિક્કી જૈન માટે પ્રેમનો એકરાર કરવાં જાહેરમાં ક્યારેય ખચકાતી નથી. તે પબ્લિક પ્લેસ હોય કે પ્રાઇવેટ પાર્ટીઝ હોય. અંકિતા અવાર નવાર વિક્કી જૈન (Ankita Lokhande Vicky Jain) સાથે નજર આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ અંકિતા, વિક્કી જૈન સાથે ફોટો શેર કરતી રહે છે. હવે જ્યારે વેલેન્ટાઇન વીક (Valentine's Day) ચાલે છે તો અંકિતા વિક્કી સાતે રોમેન્ટિક રજાઓ ગાળવા ગઇ છે.

    અંકિતા લોખંડેએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર અને એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એરપોર્ટનાં બ્રિજ પર પોઝ આપતી નજર આવી રહી છે. આ વીડિયોમાં અંકિતા લોખંડે વિક્કી જૈનની સાથે પ્લેનમાં જતી જોવા મળે છે. આ એક બૂમરેંગ વીડિયો છે. જે અંકિતા લોખંડેએ શેર કર્યો છે. વીડિયોમાં અંકિતાએ કેપ્શન લખી છે કે, 'એનરુટ' આ સાથે જ તેણે એક પ્લેનની ઇમોજી મુકી છે સાથે જ લખ્યુ છે 'ઓકે બાય'

    (photo credit: instagram/@lokhandeankita)


    આ સમયે અંકિતાએ વ્હાઇટ શ્વેટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલું છે અને ચહેરા પર માસ્ક લગાવેલું છે. આપને જણાવી દઇએ કે વિક્કી અને અંકિતા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમની ઘણી બધી તસવીરો એક સાથે છે. અને જાહેરમાં અંકિતા ક્યારેય તેનો વિક્કી જૈન માટે પ્રેમ જાહેર કરવામાં ખચકાતી નથી.

    હાલમાં જ, અંકિતા લોખંડેએ વિક્કી જૈન માટે એક લાંબી મોટી પોસ્ટ લખી હતી. જેમાં તેણે વિક્કીને તેનો સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ જણાવ્યો હતો. અંકિતાએ વિક્કી જૈન માટે આ પોસ્ટ લખી છે, ત્યારે સોશિયલ મીડિયા પર તે સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સનાં હત્થે ચડી ગઇ હતી.
    Published by:Margi Pandya
    First published: