Valentine's Day પર દીપિકા-રણવીરે શેર કરી આ પોસ્ટ

News18 Gujarati
Updated: February 14, 2020, 5:53 PM IST
Valentine's Day પર દીપિકા-રણવીરે શેર કરી આ પોસ્ટ
દીપિકા અને રણવીર

  • Share this:
બોલિવૂડના મોસ્ટ રોમાન્ટિક કપલ મનાતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ વેલેન્ટાઇન વીક મનાવી રહ્યા છે. આ બંને બોલિવૂડ કપલ હાલ મીડિયા અને દુનિયાથી દૂર વિદેશમાં એકાંતમાં રજા માણી રહ્યા છે. જો કે દીપિકા પાદુકોણે તેમના આ વેકેશનની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે. પણ તેમાં બંનેની છત્રી, સાઇકલ અને ચંપલ જેવી તસવીરો જ સામે આવી છે. આજ કારણે ફેન્સ ઇચ્છતા હતા કે બીજું કંઇ નહીં તો વેલેન્ટાઇન ડે પર તો આ બંનેની કોઇ તસવીર સામે આવે. અને આ મામલે સ્ટાર્સે તેમના ફેન્સની ઇચ્છા પૂરી કરતી બે અલગ અલગ પોસ્ટ કરી છે. જે બધાને ખૂબ જ ગમી રહી છે.

દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ પર રણવીર કપૂરની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં રણવીરના ચહેરા પર ફેસ માસ્ક છે. અને તે મસાજ લઇ રહ્યો હોય તેમ લાગે છે. આ તસવીર શેર કરતા દીપિકાએ ખૂબ જ રમૂજી અંદાજમાં લખ્યું છે કે એક બીજા ન્યૂઝ, કિલીઓપેટ્રા હાલ આ કારણે ખૂબ જ વ્યસ્ત છે! જે પર રણવીર સિંહે કમેન્ટ કરતા લખ્યું છે કે "મેરી નીખરી ત્વચા કા રાઝ...તુમ હો!"


તો બીજી તરફ રણવીર સિંહે પણ એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ પહેલાની છે જેમાં તેની ફિલ્મ ગલ્લી બોયનું ગીત અપના ટાઇમ આયેગા દીપિકા ગાતી નજરે પડે છે. જે પર રણવીરે લખ્યું છે કે "મને મારી ચીયરલીડર મળી ગઇ" જે પર દીપિકા પાદુકોણે લખ્યું છે "Oh Nooo! #Mess"


ઉલ્લેખનીય છે કે આ બંને કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અને અવાર નવાર એકબીજાની પોસ્ટ પર રસપ્રદ કમેન્ટ પણ કરતા રહેતા હોય છે. તેમની આ જ કેમેસ્ટ્રી તેમના ફેન્સ અને શુભેચ્છકોને ખૂબ જ પસંદ આવે છે.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर