Home /News /entertainment /Viral Photo : સુશાંત સિંહ રાજપૂતના નિધનથી હચમચી ગયી હતી વૈશાલી ઠક્કર, રડી રડીને થયા હતાં આવા હાલ

Viral Photo : સુશાંત સિંહ રાજપૂતના નિધનથી હચમચી ગયી હતી વૈશાલી ઠક્કર, રડી રડીને થયા હતાં આવા હાલ

વૈશાલીએ શેર કરી હતી સુશાંત સિંહ સાથેની તસવીર

Vaishali Takkar Suicide: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેને ન્યાય અપાવવા માટે ઘણીવાર માગ ઉઠાવનારી વૈશાલી ઠક્કરે પોતે જ મોતને વ્હાલુ કરી લીધું. વૈશાલીના ફેન્સ વિશ્વાસ નથી કરી શકતાં કે હવે એક્ટ્રેસ તેમની વચ્ચે નથી.

    RIP Vaishali Takkar: ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના મોતથી તેના ફેન્સને ઘેરો આઘાત લાગ્યો છે. ફેન્સને હજુ પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે વૈશાલી હવે આ દુનિયામાં નથી. તેઓ જાણવા માંગે છે કે આખરે એવું તો શું થયું કે તેણે મોતને વ્હાલુ કરી લીધું.

    ખુલીને જીવનાર વૈશાલી નાની-નાની વાતોમાં ખુશીઓ શોધી લેતી હતી. તેવામાં તેના મોતથી સૌકોઇ પરેશાન છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્ય કરી હતી તો વૈશાલી ખૂબ જ દુખી હતી. તેણે સુશાંત સાથે પોતાની ફોટો શેર કરીને દુખ વ્યક્ત કર્યુ હતું.



    આ પણ વાંચો : 2 મહિના પછી દુલ્હન બનવાની હતી વૈશાલી ઠક્કર, સુસાઇડ કરતાં પહેલા આ વ્યક્તિને કર્યો હતો છેલ્લો કૉલ

    સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પણ મનોરંજન જગત માટે મોટા ઘ્રાસકા સમાન હતી. સુશાંતના મોતથી વૈશાલી પણ પરેશાન થઇ હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે સુશાંતના મોત બાદ તેની તસવીર સામે આવી હતી, તો તે સુશાંતને જોવાની હિંમત ન કરી શકી. તે ત્રણ દિવસ સુધી સુશાંતની યાદમાં રડી હતી.


    સુશાંત સાથે લિફ્ટમાં લીધી હતી સેલ્ફી


    વૈશાલી અને સુશાંતની મુલાકાત પણ એકદમ અલગ હતી. વૈશાલીના જણાવ્યા અનુસાર લિફ્ટમાં સુશાંત સિંહ સાથે અચાનક મુલાકાત થઇ હતી. સુશાંત ખુશમિજાજ હતો અને વૈશાલી સાથે ઘણી વાતો કરતો હતો.

    આ પણ વાંચો : આ હસીનાએ પેન્ટ સરકાવીને આપ્યા એવા એવા પોઝ, ફોટોઝ જોઇને ભરશિયાળે વળી જશે પરસેવો

    વૈશાલીએ લિફ્ટમાં તેની સાથે સેલ્ફી લીધી, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. વૈશાલીના કહેવા પ્રમાણે, સુશાંત આટલો ખુશમિજાજ વ્યક્તિ હતો, તો પછી તેણે અચાનક આ નિર્ણય કેવી રીતે લીધો? હવે વૈશાલી પોતે સુશાંતના રસ્તે ચાલી ગઈ છે. હવે તેના ફેન્સ પણ એક જ સવાલ પૂછી રહ્યા છે કે તેણે આ નિર્ણય કેમ લીધો?


    સુશાંતનેૃ મ્યુઝિકલ ટ્રિબ્યુટ આપી હતી


    સુશાંતના મૃત્યુથી દુઃખી થયેલા વૈશાલીએ થોડા સમય પહેલા તેને મ્યુઝિકલ ટ્રિબ્યુટ પણ આપી હતી. જેમાં તેણે સુશાંતના મૃત્યુ બાદ રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ બેચારા'ના ગીત પર ડાન્સ કર્યો હતો. આ સિવાય અન્ય એક વીડિયોમાં પણ તેણે કેંડલ પ્રગટાવીને સુશાંત માટે ન્યાયની માંગ કરી હતી. તે સતત સુશાંતના મૃત્યુને લઇને વીડિયો શેર કરતી રહેતી હતી. વૈશાલીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પણ તેના દિલની સામે હારી ગઈ.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Death of Sushant, Suicide case of sushant singh rajput, Sushant singh rajput, Tv actress

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन