Home /News /entertainment /ડિપ્રેશનમાં હતી વૈશાલી ઠક્કર, રાહુલની આ ધમકીના કારણે ડરેલી હતી એક્ટ્રેસ : મિત્રએ કર્યો મોટો ખુલાસો
ડિપ્રેશનમાં હતી વૈશાલી ઠક્કર, રાહુલની આ ધમકીના કારણે ડરેલી હતી એક્ટ્રેસ : મિત્રએ કર્યો મોટો ખુલાસો
વૈશાલી ઠક્કર સુસાઇડ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. ( ફોટો : Instagram @misstakkar_15)
વૈશાલી ટક્કરે 16 ઓક્ટોબરે ઈન્દોરમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એક્ટ્રેસની આત્મહત્યાના સમાચાર આવ્યા બાદ હાહાકાર મચી ગયો હતો. હવે વૈશાલીના કો-એક્ટર અને ફ્રેન્ડ નિશાંત મલકાણીએ એક્ટ્રેસની આત્મહત્યા વિશે વાત કરતા મોટો ખુલાસો કર્યો છે.
Vaishali Thakkar Death : એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. જેઓ વૈશાલી અને ઇન્ડસ્ટ્રીના કલાકારોને ઓળખતા હતા તેઓ હજુ સુધી તેના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યા નથી. તેના નજીકના અને પરિવારના સભ્યોની આંખો હજુ પણ ભીની છે. હવે તેના મિત્ર નિશાંત મલકાણીએ વૈશાલીના મૃત્યુ અંગે ઘણા મોટા ખુલાસા કર્યા છે.
વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે આત્મ હત્યા કરી લીધી હતી. હવે વૈશાલીના કો-એક્ટર અને ફ્રેન્ડ નિશાંત મલકાણીએ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે વૈશાલી ઠક્કર લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી, આ માટે તે સાઇકેટ્રિસ્ટની મેડિકલ હેલ્પ લઈ રહી હતી. નિશાંતે જણાવ્યું કે રાહુલ વૈશાલીને આગળ વધવા દેતો ન હતો જેના કારણે તે ડિપ્રેશનમાં હતી અને આ માટે તે સાઇકેટ્રિસ્ટની મદદ લઈ રહી હતી.
નિશાંતે કહ્યું કે હવે હું તેની સમસ્યા સમજી ગયો છું, મને ખબર પડી કે રાહુલ વૈશાલીના ભાવિ પતિને તેનો ઈન્ટીમેટ ફોટો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નિશાંતે કહ્યું કે જો તમે રિલેશનશિપમાં હોવ તો ઈન્ટિમસી હોવી સામાન્ય વાત છે. બ્રેકઅપનો અર્થ એ નથી કે તમે તેને ધમકાવશો. નિશાંતે કહ્યું કે વૈશાલીની આત્મહત્યાના 4 દિવસ પહેલા બંને વચ્ચે વાત થઈ હતી, તેણે કહ્યું હતું કે તે લગ્ન પહેલા મુંબઈ આવી જશે.
શા માટે રાહુલ સાથે રિલેશનશિપમાં હતી વૈશાલી
જ્યારે નિશાંતને પૂછવામાં આવ્યું કે વૈશાલી રાહુલ સાથે રિલેશનશિપમાં કેમ હતી તો તેણે કહ્યું કે જ્યારે રાહુલ અને વૈશાલી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં ત્યારે રાહુલના લગ્ન થયા ન હતા અને બાદમાં બંનેના લગ્ન ન થઇ શક્યાં. રાહુલે દિશા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેણે વૈશાલીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
જણાવી દઇએ કે વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે ઈન્દોરમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના લગ્ન 20 ઓક્ટોબરે થવાના હતા. વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં પોતાના મૃત્યુ માટે રાહુલને જવાબદાર ગણાવ્યો હતો. વૈશાલીનો પરિવાર હવે તેમની પુત્રી માટે માત્ર ન્યાય ઈચ્છે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર