Home /News /entertainment /Vaishali Thakkar suicide case: એક્ટ્રેસ વૈશાલીના સુસાઇડ કેસમાં ધરપકડ બાદ સામે આવ્યો રાહુલ નવલાનીનો પોલીસ સ્ટેશનનો વીડિયો
Vaishali Thakkar suicide case: એક્ટ્રેસ વૈશાલીના સુસાઇડ કેસમાં ધરપકડ બાદ સામે આવ્યો રાહુલ નવલાનીનો પોલીસ સ્ટેશનનો વીડિયો
વૈશાલીનો ફાઈલ ફોટો
વૈશાલી ઠક્કરે તેની સુસાઇડ નોટ અને પર્સનલ ડાયરીમાંમ તે વાત તરફ ઈશારો કર્યો હતો કે, તેને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવી છે. તે તેના એક્સ બોયફ્રેન્ડથી પરેશાન થઈ ગઈ હતી.
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની સુસાઇડ કેસમાં ઈન્દોર પોલીસને બુધવારે મોટી સફળતા મળી છે.આ કેસના મુખ્ય આરોપી વૈશાલી ઠક્કરનો એક્સ બોયફ્રેન્ડ રાહુલ નવલાનીની ઈન્દોર પોલીસે ધરપકડ કરી લીધી છે. હવે રાહુલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ચુપચાપ પોલીસ સ્ટેશનમાં ઉભેલો જોવા મળી રહ્યો છે.
રાહુલની ધરપકડ બાદ ઈન્દોર કમિશ્નર હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યુ, 'આ કેસ ખૂબ જ સંવેદનશીલ હતો અને પોલીસે શરૂઆતથી જ તેને ગંભીરતાથી લીધો છે. જ્યાં સુધી પોલીસ પાસે સુચના આવી, તેની લગભગ 6થી7 કલાક પહેલા આરોપી ભાગી ગયો હતો, કારણકે આરોપી પાડોશી હતો તેથી તેને આ વાત વિશે જાણકારી હતી. પોલીસ પાસે પ્રારંભિક સુચના આવી હતી કે, આરોપી બહાર ભાગી શકે છે.'
તેમણે વધુમાં જણાવ્યું, 'પોલીસને એ વાતનો અંદાજો હતો કે આરોપી બીજા દેશમાં પણ ભાગી શકે છે, તેથઈ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યુ હતું. પોલીસે તેના પર ઈનામ ઘોષિત કર્યુ હતું અને અલગ-અલગ ટીમ પણ તૈનાત કરી હતી. સતત પોલીસની કાર્યવાહી, પોલીસના દરોડા અને ઈનામની જાહેરાત બાદ આરોપી પર દબાવ બન્યો હતો.'
ઉલ્લેખનીય છે કે, વૈશાલી એ તેના સુસાઇડ નોટ અને પર્સનલ ડાયરીમાં આ વાત તરફ ઈશારો કર્યો છે કે તેને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવી હતી. તે પોતાના એક્સ બોયફ્રેન્ડ રાહુલ નવલાનીથી પરેશાન થઈ ગઈ હતી અને તેના જ કારણે એક્ટ્રેસે ઈન્દોરમાં પોતાના જ ઘરે ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યુ હતું. તે પોતાના લગ્ન માટે ઈન્દોરનાં ઘરે પહોંચી હતી, પરંતુ તેના પૂર્વ પ્રેમી રાહુલની બ્લેકમેઇલિંગથી કંટાળીને તે મોતને ભેટી ગઈ હતી.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર